________________
જ હોય છે. દેહભાવનું ભૂત તેને એવું વળગ્યું છે કે ગમે તેમ સમજાવો તો પણ ધૂણ્યા જ કરે છે કે હું આ જ દેહાકારે દેખાઉં છું તે જ છું. આવી કુમતિને તે જાણી શકતો નથી.
કુમતિ ડાકણ વળગી મુજને, લળી લળી વિનવું હે પ્રભુ, તુજને;
એ દુઃખને દૂર કરવા, વહેલા વહેલા આવજો રે. આવું કેમ બન્યું ?
સંસારના પરિભ્રમણમાં તેણે ક્રોધાદિ કષાયોને મિત્રો તરીકે સાથે રાખ્યા હતા. તેમાં મિથ્યાત્વ નામનો ખજાનચી રાખ્યો હતો, કુમતિને સલાહકાર તરીકે નીમી હતી અને મોહરાજાને તો પૂરા સૈન્ય સાથે રાખી લીધું હતું. હવે દુઃખને આમંત્રણ આપવામાં શું બાકી રહ્યું ? તેમાં વળી, માનવદેહમાં તો તેણે વિષયરૂપી મિત્રોને સુખના ભ્રમથી રાખ્યા હતા. આશ્વો બહિરાત્મા કેમ કરીને છૂટે ?
ગમે તેવા સંતોના યોગ મળ્યા. શાસ્ત્ર-શ્રવણ કર્યું. જપમાળાઓ ગણી, દેવપૂજા કરી, કેટલાંય તીર્થાટન કર્યા, આરતી ઉતારી - તોયે પેલું ભૂત છૂટું નહિ, દેહનો મોહવિકાર શમ્યો નહિ. કેવળ ભ્રાંતિ જ ભ્રાંતિ. ભ્રાંતિગત એવા દેહસુખને તેણે સુખ જાણ્યું છે. તેથી તેને પોતાના સ્વરૂપનું માહાભ્ય ભાસતું નથી.
स्वपराध्यवसायेन, देहेष्वविदितात्मनाम् ।
वर्त्तते विभ्रमः पुंसां, पुत्रभार्यादि गोचर ॥११॥ વિભ્રમ પુત્રરમાદિગત આત્મ-અજ્ઞને થાય, દેહોમાં છે જેહને આતમ-અધ્યવસાય.
૧૧ અર્થ : જે આત્મસ્વરૂપથી અજ્ઞાત છે તેને શરીરમાં જ સ્વ-પરની આત્મબુદ્ધિ થાય છે, અને તેથી પુત્ર તથા સ્ત્રીના પ્રત્યે પણ મારાપણાની સ્વાત્મબુદ્ધિ થાય છે.
જે જીવ આત્મસ્વરૂપને જાણતો નથી તેને સ્વ કે પરમાં દેહ પ્રત્યે એ–બુદ્ધિ થાય છે. દેહ લક્ષણથી, ધાતુથી, પ્રકૃતિથી, આત્માથી નિતાંત ભિન્ન હોવા છતાં દેહમાં પોતાપણાનો ભાવ કરી આ જીવ ત્યાં જ અટક્યો એવું નથી. પરંતુ, આ મોહ-મદિરાના વશથી તે
3o Jain Education International
આતમ ઝંખે છુટકારો
For Private & Personal Use Only
www.ainelibrary.org