________________
કરીને સ્વરૂપને પામે છે.
અનંત ચતુષ્ટયયુક્ત, અનેક ગુણોથી સંપન્ન એવો આત્મા સ્વયં પોતે જ છે. સર્વકાળને વિશે અચળ સ્થિતિયુક્ત છે. પરંતુ જેની દૃષ્ટિમાં દેહની મુખ્યતા છે, પોતાને જે દેહ સ્વરૂપ માને છે તે બહિરાત્મા ચારે ગતિના દુઃખને ભોગવ્યા છતાં દેહાધ્યાસથી મુક્ત થતો નથી. પુણ્યયોગે સદ્દગુરુનો યોગ થતાં અનંત શક્તિમાન આત્માનો તેને બોધ થાય છે. ત્યારે અંતરાત્મરૂપે પરિણમે છે. શુદ્ધાત્માનું તે ધ્યાન કરે છે. પરિણામે પરમાત્મપદને પામે છે.
स्वदेहसदृशं दृष्ट्वा, परदेहमचेतनम् ।
परात्माधिष्टितं मूढः, परत्वेनाध्यवस्यति ॥१०॥ નિજ શરીર સમ દેખીને પરજીવયુક્ત શરીર,
માને તેને આતમા, બહિરાતમ મૂઢ જીવ. ૧૦
અર્થ : અજ્ઞાની એવા બહિરાત્મા પોતાના દેહની જેમ અન્યના આત્માની સાથે રહેલા દેહને જોઈને તેને દેહરૂપે જાણે છે. મૂઢ એવો બહિરાત્મા પરમાત્મસ્વરૂપ આત્માને દેહ-અધિષ્ઠિત જોઈ સર્વમાં દેહદૃષ્ટિ કરે છે.
અજ્ઞાનીની ચેતનાશક્તિ દેહજનિત ચેષ્ટાઓ સુધી વિકસેલી હોવાથી, દેહમાં જ સ્વાત્મબુદ્ધિ કરે છે. આથી જેમ પોતાના દેહમાં રાગાદિ કરે છે તેમ અન્ય જીવો સાથે પણ તેમને દેહરૂપ માની રાગાદિ ભાવ કરે છે. જો દેહમાં રહેલા શુદ્ધ આત્મા પ્રત્યે તેની દૃષ્ટિ ઢળે તો તે જેમ સ્વાત્મને જુએ, જાણે અને રાગાદિ ન કરે, તેમ પરદેહમાં પણ આત્મપણે જુએ-જાણે અને રાગાદિ ન કરે.
તે જાણતો નથી કે આ દેહમાત્ર તો સાંયોગિક પદાર્થ છે. આયુષ્ય પૂરું થતાં તેનો વિયોગ અવશ્ય થવાનો છે. તે વિનશ્વર છે. રાખ્યું રાખી શકાતું નથી. પરંતુ મૂઢમતિ તેને રાખવા-પોષવા નિરંતર પ્રયત્ન કરે છે. '
બહિરાત્મા પૂરેપૂરો પેલા મોહમદારીના હાથનું રમકડું બની નાચે છે. તેની દૃષ્ટિમાં વિકૃતિ પેદા થઈ છે એથી સર્વત્ર તેને દેહદૃષ્ટિ
સમાધિશતક
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org