________________
જગતનું સ્વરૂપ પ્રતિબિંબિત થાય છે તે પૂર્ણજ્ઞાનનું લક્ષણ છે, વાસ્તવમાં પરમાત્માના સ્વરૂપની રમણતા એ જ સંવેદન છે.
नारकं नारकांगस्थं, न स्वयं तत्त्वतस्तथा ।
अनन्तानन्तधीशक्तिः, स्वसंवेद्योऽचल स्थितिः ॥९॥ નરકતને નારક ગણે, પરમાર્થે નથી એમ,
અનંત ધી-શક્તિમયી • અચળરૂપ નિવેદ્ય. ૯
અર્થ: નારકીના શરીરમાં રહેલા પોતાને નારકી માને છે. પરંતુ વાસ્તવમાં જે નારકી નથી પણ આત્મા અનંતા જ્ઞાનાદિ-શક્તિસ્વરૂપ છે. તે સ્વાનુભવગમ્ય છે. પોતાના જ સ્વરૂપમાં અચલ રહેવાવાળો છે.
ભાવાર્થ : અનાદિથી જીવ પોતાને ભૂલી ગયો છે, અને તે દોષને કારણે ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે. તેમાં નારકી તરીકેના દેહમાં પોતે પોતાને નારક માની તેવા જ અધ્યવસાયથી પુનઃ ક્રૂરતામાં જીવે છે. પૂર્વના એવા કર્મના વિપાકે તે આ સ્થિતિને પામ્યો છે. પરંતુ આત્મા તો આત્મસ્વરૂપે જ છે. વ્યવહારથી તેણે ભલે વિવિધ દેહ ધારણ કર્યા, પરંતુ કોઈ સદ્ગુરુના બોધના યોગે કર્મની નિવૃત્તિ થતાં તેની દેહાદિકથી પણ આત્યંતિક નિવૃત્તિ થાય છે.
આત્મા દેહાદિ સ્વરૂપે નથી પરંતુ સ્વ-સ્વરૂપે છે તેને કેવી રીતે જાણે ? હે સુજ્ઞ ! તું સ્વયં પ્રગટ લક્ષણથી જ જ્ઞાનસ્વરૂપ છું. સૃષ્ટિની રચનામાં છ દ્રવ્યમાં તું એક જ જ્ઞાતા છું. સ્વાનુભૂતિથી યુક્ત છું. સમસ્ત વિશ્વ તારામાં પ્રતિબિંબિત થઈ પ્રકાશી ઊઠે તેવું તારું જ્ઞાન છે.
અજ્ઞાની નરકમાં ઉત્પન્ન થયે પોતાને નારક માની તેવી ચેષ્ટાઓ કરે છે. પરંતુ વાસ્તવમાં નારકદેહ પામવા છતાં આત્મા નારકરૂપે થતો નથી. પૂર્વકર્મકૃત એ પર્યાય મળી છે છતાં ચેતનશક્તિ તો સ્વ-સ્વરૂપે રહે છે. કોઈ પુણ્યયોગે તે જીવ પૂર્વભવને વિચારતાં, અત્યંત ઊહાપોહ થતાં તે જાગ્રત થાય છે. અરે, આ તો મારા પાપનો ઉદય છે – એમ વિચારી તે ભવ્યાત્માને આત્મબ્રાંતિ ટળે છે અને તેને દેહથી ભિન્ન એવા સ્વરૂપનું ભાન થાય છે. પછી ક્રમે
આ દાદિ સ્વરૂપે
પ્રગટ લ તાતા છે. ઉ6 તેવું
૨૮
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org