________________
મુગતિ દૂર તાજું નહિ, જાકું સ્થિર સંતોષ, દૂર મુગતિ તાÉ સદા જાÉ અવિરતિ પોષ. છંદ-૫૮
હે ભવ્યાત્મા ! તારે મુગતિની નજીક રહેવું અવશ્યનું છે, હજી ભવનું ભવિતવ્ય છે ત્યાં સુધી આત્માર્થીને મુક્તિથી દૂર જવું પોષાય નહિ. મુક્તિની નજીક રહેવા માટે આત્મભાવમાં સ્થિરતા કરવી. અને તૃષ્ણા, ઇચ્છા કે વાસનાનો ત્યાગ કરી સંતોષ રાખવો. તૃષ્ણા આદિમાં ભમતા જીવના પરિણામ ચંચળતા પામે છે. તેથી મુક્તિ તેનાથી દૂર રહે છે. ઈચ્છાઓનું શાંત થવું. ચિત્તવૃત્તિનો નિરોધ થવો તે તાત્ત્વિક સંતોષ છે, તાત્ત્વિક સંતોષ તાત્ત્વિક સુખ પ્રત્યે લઈ જાય છે.
જે જીવો મુક્તિની નજીક રહી શકતા નથી તેઓ મમતા અને તૃષ્ણા જેવા દોષથી પીડા પામે છે. તે પછી ભલે ચક્રવર્તી, ઈન્દ્ર, નાગેન્દ્ર હોય પણ તેને સંતોષ નથી તો તે પણ દુઃખી છે. તત્ત્વરૂપ દ્રવ્યદૃષ્ટિથી વિચારતા જીવ જ્યાં સુધી વ્રત કે વૈરાગ્યને સેવતો નથી
ત્યાં સુધી તેને તાત્ત્વિક સંતોષ હોતો નથી. માટે ભલે વર્તમાન અવસ્થા નબળી હોય પરંતુ વિરતિ કે વૈરાગ્યભાવના પ્રત્યે ઉદ્યમ રાખવો, જેથી જીવનું પરિણામ લંગર સંસાર સાથે બંધાયેલું ન રહેતાં મુક્તિ સાથે બંધાયેલું રહે. અર્થાત્ મુક્તિની નજીક રહેવું એટલે દર્શનાદિ ગુણોની મુખ્યતા કરી તેના પરિણામમાં સ્થિર થવું. જેથી મુનિ મુક્તિ સમીપગામી બને છે. ___ जनेभ्यो वाक् ततः स्पंदो, मनसश्चित्तविभ्रमाः।
भवन्ति तस्मात्संसर्ग, जनैोगी ततस्त्यजेत् ॥७२॥ જનસંગે વચનસંગ ને તેથી મનનો અંદ, તેથી મન બહુવિધ ભમે, યોગી તજે જનસંગ. ૭ર
અર્થ : લોકના સંસર્ગથી વચનની પ્રવૃત્તિ થાય છે. તેથી ચિત્તમાં ચપળતા થાય છે. માટે યોગીજનોએ લોકસંસર્ગ તજી દેવો જોઈએ.
સામાન્યપણે જેને કંઈ શાસ્ત્રજ્ઞાન કે ક્ષયોપશમ જ્ઞાન હોય તેને ' લોકોને ઉપદેશ આપવો કે લોકો સાથે સંપર્ક રાખવો રુચતો હોય
સમાધિશતક
૧૮૫
13 in Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org