________________
છે. વળી જો તેમાં લોકો રાજી થાય કે લોકો કંઈ પણ બોધ પામે તો ઉપદેશક ખુશી થાય છે. આવાં કાર્યો પરોપકારાર્થે હોવા છતાં અહીં તો યોગસાધનાનું શ્રેષ્ઠ સોપાન ચઢવાનું છે, તેમાં પરલક્ષી આનંદ કે ખુશી આત્મજ્ઞાનની ધારામાં બાધા કરે છે. યોગી એકાંતે આત્મભાવના કરી અત્યંત સ્થિરચિત્ત થઈ કર્મોનો ક્ષય કરે છે. ભલે વચનની શુભ પ્રવૃત્તિ હોય તો પણ તે શુભભાવયુક્ત હોય તો શુભ કર્મ બાંધે છે. અને જો તેમાં સ્વાર્થ, માન કે મોહ જેવા ભાવો થાય તો તે અશુભ કર્મ બાંધે છે. અર્થાત્ શુભાશુભ આશ્રવ થવાથી બંધ થયા કરે છે, તે યોગીને કેમ હોય ?
લોકસંપર્કથી અન્યોન્ય વચનયોગ થાય. તેના વડે વિકલ્પ ઊઠે. ચિત્ત ચંચળ થાય, તેથી યોગીએ એકાંતમાં રહેવું. કદાચ કંઈ પણ સંપર્કમાં આવવું થાય ત્યારે નિરર્થક વાતો કરવી નહિ. ઉપદેશ આપવો પડે તો ઉદાસીનપણે તે પ્રવૃત્તિ કરવી. પુદ્ગલાનંદી મનુષ્યોનો સંપર્ક ત્યજી દેવો.
સામાન્ય સાધકદશામાં પણ જીવને નિમિત્ત મળતાં વિકલ્પો ઊઠે છે. તેથી પ્રથમ અશુભ નિમિત્તો કે જેનાથી ખોટા સંસ્કારો જાગે તે ત્યજી દેવા. શુભ નિમિત્તો પણ કેવળ આત્મજ્ઞાનની જાગૃતિ સહિત મેળવવા અને આખરે કેવળ પરમાર્થમાર્ગમાં જ પ્રવૃત્ત થવું.
જગતના જીવો નિમિત્ત આધીન થઈ વર્તે છે, હર્ષનું નિમિત્ત મળે હર્ષ પામે છે. શોકનું નિમિત્ત મળતાં હર્ષ નષ્ટ થઈ જાય છે. અને જીવ શોક કરે છે. નિમિત્તે કરીને રાગ ઉત્તેજિત થાય છે અને તે નિમિત્તો ફરી જતાં જીવને દ્વેષ પેદા થાય છે. નિમિત્તથી જીવને ઇન્દ્રિયવિકારો જાગે છે, આહારાદિ સંજ્ઞાઓ પ્રબળ બને છે. માટે લોકમેળા અને લોકસંપર્ક ત્યાગી યોગી આત્માનંદને ભજે છે.
લોકસંપર્ક દ્વારા જીવને આત્મતત્ત્વની મુખ્ય પરિણતિ ટકતી નથી, પરંતુ બહારના સંયોગો અને તેમાંથી ઉત્પન્ન થતા રાગાદિભાવમાં ચિત્ત વિક્ષેપ પામે છે. માટે યોગીએ અસંગ થવું, યોગીને સંગ એ દુઃખદાયક છે. એકાંતમાં યોગી સુખી છે.
૧૮૬
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org