SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ એ તરંગોને શમાવાનો ઉપાય માત્ર જ્ઞાન છે. જ્ઞાન વડે મન વિલય પામે છે, ત્યારે તરંગો પણ શમે છે. સાગરની ગંભીરતા પ્રસિદ્ધ છે. પરંતુ પવનના નિમિત્તથી સાગરમાં તરંગો ઊઠે છે, તેમ આત્માનો સ્વભાવ ધ્રુવ-અચલ છે પરંતુ અંતર-બાહ્ય વિકલ્પનો યોગ પામી ચિત્તમાં તરંગો ઊઠે છે. મનની ચપળતા શમી જતાં આત્મા સહજ સ્વરૂપમાં સ્થિર થાય છે તે તેનું સ્વાભાવિક સ્વરૂપ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે તેથી એ જ્ઞાનઆશ્રયી આત્માની પ્રતીતિ થાય છે. જે કોઈ સાધક આત્મા અને જ્ઞાનના આ અભેદ સંબંધને જાણે છે, એ જ આત્માના સંયમ અનુષ્ઠાનો સમ્યફ હોય છે. તે સિવાયના વિકલ્પિત અનુષ્ઠાનો પુણ્યાનુબંધનું કારણ છે. જ્યાં જ્યાં સંકલ્પ-વિકલ્પ છે. કલ્પના-જલ્પના છે, ત્યાં વિકળતાઆકુળતા હોય છે તેથી તે દુઃખદાયી છે, શુભ કે અશુભ સર્વ પ્રકારના વિકલ્પનું શમી જવું તે પરમપદની આરાધના છે. માટે હું ચૈતન્ય માત્ર સ્વભાવમય છું એમ સ્વીકારી જ્ઞાન વડે ચિત્તનો નિરોધ કરે તો વિકલ્પની જાળ શમે. અને આત્મા સ્વસંવેદનમાં આવે છે. अव्रती व्रतमादाय, व्रती ज्ञानपरायणः । परात्मज्ञानसम्पन्नः, स्वयमेव परो भवेत् ॥८६॥ અવ્રતી-જન વ્રતને ગ્રહે, વ્રતી જ્ઞાનરત થાય; પરમ-જ્ઞાનને પામીને સ્વયં પરમ થઈ જાય. ૮૬ અર્થ : અવ્રતીએ વ્રત ગ્રહણ કરવાં, વ્રતીએ જ્ઞાનપરાયણ થવું અને અનુક્રમે પરમાત્મજ્ઞાન સંપન્ન થઈ સ્વયમેવ સિદ્ધ થવું. સંસારના આરંભ-સમારંભમાં વસતા જીવો અવ્રતી-અસંયમી રહી નિર્ભય થતા નથી. તે જીવો ભવભ્રમણના ભયવાળા છે. હિંસાદિ પાપાચરણ સહિત જીવે પ્રથમ તે પાપાદિથી નિવર્તવા માટે વ્રત-સંયમને ગ્રહણ કરવાં. કારણ કે હિંસાદિ પ્રવૃત્તિ વિકલ્પયુક્ત આકુળતાવાળી છે, તેથી સંયમને ગ્રહણ કરી તે પાપમૂલક વિકલ્પોને શમાવવા. ત્યાર પછી વ્રતને ગ્રહણ કરવાં. નદી પાર થવા માટે જેમ ૨૨૩ સમાધિશતક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy