________________
ધન મળે. એ ધન વડે મારું ઘર ભરી લઉં. પછી સુંદર સ્ત્રીને પરણું. તેનાથી મને બાળકો થશે, અને જાણે એ ઘરમાં રહીને સુખ જ ભોગવીશ.
ધની હોય તે ધનની વૃદ્ધિના વિચાર કરે કે જાણે દેશદેશાવર ધંધો કરું. ખૂબ કમાઉં, એરોપ્લેનમાં ફરું, દુનિયાની અજાયબી જોઉં. એ સર્વે સુખસામગ્રીને ભોગવું. નવકારને બદલે નાઈન સ્ટાર હોટેલમાં રહું.
ધર્મમાર્ગમાં પ્રવેશ કરનારના અંતર્જલ્પ પ્રારંભમાં એવો હોય છે કે આ ધર્મ કરીને પરલોકમાં દેવલોકનાં સુખ ભોગવીશ.
જ્ઞાનમાર્ગવાળાને અંતર્જલ્પ એવો થાય કે લોકોને તત્ત્વનો બોધ આપીશ. આત્મા વિશેનું જ્ઞાન આપીશ.
ધ્યાનમાર્ગવાળો લબ્ધિ પ્રગટ થતાં આકાશમાર્ગે જઈશ. જમીનથી અધ્ધર રહીશ વગેરે વિકલ્પો સેવે, આ સર્વે અંતર્જલ્પ દુઃખનું મૂળ છે. કારણ કે તેમાં સ્વભાવગત્ સ્થિરતા ન હોવાથી, વિકલ્પોની ચંચળતા છે. માટે એવા તરંગોથી રહિત આત્મશાંતિને પ્રાપ્ત કરવી.
પ્રગટ વાચા કે અપ્રગટ વાચા તે શુભાશુભભાવ સહિત હોવાથી કર્મબંધનું કારણ બને છે. માટે અંતરવાચાને પણ શમાવીને ચિત્તને આત્મભાવમાં સ્થિર કરી પરમપદની પ્રાપ્તિ કરવી. મહાયોગીઓએ પોતાની આત્મશક્તિ દ્વારા અનંત કલ્પનાઓને ક્ષણમાત્રમાં શમાવીને પરમપદની પ્રાપ્તિ કરી છે.
તદ્દભવ મોક્ષગામી ચક્રવર્તીઓ ઉદયને આધીન અનેક પ્રકારના વૈભવ ભોગવવા છતાં, તીર્થકરો રાજવૈભવમાં જન્મ્યા છતાં તેઓ જગતના તે તે પ્રકારો પ્રત્યે ઉદાસીન હતા. સામાન્ય માનવી અતિ અલ્પ સામગ્રીના સુખને ત્યજી શકવા સમર્થ થતો નથી. જ્યારે આ મહાત્માઓ અઢળક વૈભવને ક્ષણમાત્રમાં ત્યજીને ચાલી નીકળ્યા અને પરમપદને પામ્યા. તેનું મૂળ અંતર્મુખી સાધના છે.
સંસારના પરિભ્રમણનું, તેમાં ઊપજતા દુઃખાદિનું કારણ જ આ મનમાં ઊઠતા તરંગો છે. જે અજ્ઞાનજનિત સંસ્કારમાંથી ઉદ્દભવે છે.
૨૨૨ Jain Education International
આતમ ઝંખે છુટકારો
For Private & Personal Use Only
www.jainelibrary.org