________________
કર્મોનો નાશ થવાથી જે પૂર્ણ શુદ્ધસ્વરૂપે પ્રગટ થયા છે તે પણ પરમાત્મા છે.
પરમાત્મપદને પ્રાપ્ત કર્યા પછી જીવ સર્વથા જન્માદિ દુઃખોથી રહિત શાશ્વત સુખને પામે છે. સૃષ્ટિનું સર્વોત્કૃષ્ટ સ્થાન પરમાત્મસ્વરૂપ છે.
શ્રીમદ્ આનંદઘનજીએ પાંચમા સુમતિનાથ ભગવાનના સ્તવનમાં આત્માની દશા આ પ્રમાણે જણાવી છે.
ત્રિવિધિ સકલ તનુ ધર ગત આત્મા, બહિરાતમ ધુરી ભેદ સુજ્ઞાની; બીજો અંતરાત્મા, તીસરો પરમાતમ અવિચ્છેદ સુજ્ઞાની. ર
સર્વ દેહધારી જીવો ત્રિવિધ - ત્રણ પ્રકારે છે. પ્રથમ ભેદ બહિરાત્મા બીજો અંતરાત્મા, ત્રીજો પરમાત્મા છે.
જેની દષ્ટિ બાહ્ય દુઃખો તરફ છે તે બહિરાત્મા. જેની દૃષ્ટિ અંતર્મુખ થઈ છે તે અંતરાત્મા. જેની દૃષ્ટિ શુદ્ધ સ્વભાવરૂપ પરિણમી છે તે પરમાત્મા. આતમ બુદ્ધ હો કાયાદિકે રહ્યો, બહિરાતમ અવરૂપ સુજ્ઞાની; કાયાદિકને સાખી ઘર રહ્યો, અંતર આતમ રૂપ સુજ્ઞાની.
જેણે દેહમાં આત્મબુદ્ધિ છે કે આ દેહ તે જ હું છું. તેને સુખ મળતાં હું સુખ માનું છું. નિરંતર તેની સેવા જ કરું છું. આમ, આત્મા દેહભાવથી પ્રસાયેલો છે, તે બહિરાત્મપણું પાપરૂપ છે.
પરંતુ જે સાધક કાયામાં રહેવા છતાં, તેની ક્ષુધાતૃષા, શાતા-અશાતા કે અન્ય પરિણમનમાં કેવળ જ્ઞાતા રહે છે. શરીરને પડોશી માની તેની ખાવાપીવા આદિ ક્રિયા કરવા છતાં. સાક્ષીભાવ રાખે છે. અનુકૂળતામાં આળોટતો નથી કે પ્રતિકૂળતામાં મૂંઝાતો નથી, પરંતુ જીવનો સ્વભાવ જાણવા-જોવા માત્ર છે તેમ દૃઢતાપૂર્વક સાક્ષીભાવે રહે છે તે અંતરાત્મા છે.
જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો, વર્જિત સકળ ઉપાધિ સુજ્ઞાની; અતીન્દ્રિય ગુણ ગણમણિ આગ, એમ પરમાત્મ સાધુ સુજ્ઞાની. સર્વસંગ પરિત્યાગી એવો. સાધક જે સર્વ ઉપાધિથી રહિત થયો
સમાધિશતક Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org