________________
છે, સંસારભાવથી, બાહ્ય કાર્યોથી, કર્તાભોક્તાભાવથી જેણે નિવૃત્તિ લીધી છે, તે જ સ્વસ્વરૂપનો પૂર્ણ પવિત્ર આનંદ પામી શકે છે, તે અંતરાત્માપણે પ્રગટ થઈ પોતાના પૂર્ણ સ્વરૂપમાં સમાઈ જાય છે. ત્યારે અતીન્દ્રિય અનંત ગુણનો સમૂહ તે અનુભવે છે. અંતે તે પરમાત્મપદને સાધી લે છે.
બહિરાતમ તજી અંતર આતમરૂપ થઈ થિર ભાવ સુજ્ઞાની; પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ દાવ, સુજ્ઞાની.
હે ભવ્યાત્મા ! બહિર્ભાવ ત્યજીને તું એક વાર આત્મભાવમાં ડૂબકી મારી સ્થિર થા. પછી તને પૂર્ણ પ્રકાશમય એવા પરમાત્મનો અનુભવ થશે, પ્રથમ તે માટે તારે તારી સર્વ વૃત્તિઓને એકરૂપ અખંડ કરી પૂર્ણ અર્પણતાનો દાવ લગાવવો પડશે.
-
પ્રગટ થયેલું શુદ્ધ ચેતનારૂપ પરમાત્મસ્વરૂપ અને સાધકની સત્તાગત શુદ્ધ ચેતના સમાન છે. સાધકની અવસ્થા વિકસતી છે, તેથી તેને પૂર્ણ અવસ્થા સુધી પહોંચવા સૌપ્રથમ એક લક્ષ્ય કરવું પડે છે કે હું સ્વયં પરમાત્મસ્વરૂપ છું. ઊઠતાં-બેસતાં, ખાતાં-પીતાં, જાગતાં-સૂતાં, વ્યવહાર કે પરમાર્થમાં એક જ ઝંખના :
તૂહીં તૂર્કી તૂહીં.................... સોહમ્ સોહમ્ સોહમ્..
હે પ્રભુ ! જે તું છે તે જ હું છું. પરંતુ દીર્ઘકાળથી અજ્ઞાનવશ સંસારની યાત્રામાં વિષયકષાયોના પાશથી મલિનતા ભેગી કરી છે. અહં મને પાછો ધકેલી દે છે, તેથી મારી ને તારી વચ્ચે અંતર પડ્યું છે. ભલે એ કર્મ મને પાછો પાડે પણ પ્રભુ ! હવે મારી ઝંખના જ તે મલિનતા નષ્ટ કરી દેશે, અને પેલું અંતર ભૂંસાઈ જશે. મારું સમગ્ર જીવન હવે આપને અર્પણ છે. તારો, મારો, વારો, ઉગારો. હવે મેં મારો કર્તાભાવ ત્યજી દીધો છે. એક તારા જ સ્વરૂપમાં મારો ભાવ વસે છે અને મારા અંતરમાં પણ તારું જ રટણ રહો.
સાધકની આ સાધના વ્યવહાર છે પણ તેનું લક્ષ્ય પરમાર્થ છે.
૧૦
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org