________________
જીવ જ પોતાને કરે જન્મ તથા નિર્વાણ; તેથી નિજ ગુરુ નિશ્ચયે જીવ જ, અન્ય ન જાણ. ૭૫
અર્થ : આત્મા જ આત્માના જન્મ અને નિર્વાણનું કારણ છે. તેમાં નિશ્ચયથી આત્મા જ આત્માનો ગુરુ છે.
તીર્થંકરાદિએ સમસ્ત વિશ્વનું સ્વરૂપ બે પ્રકારે નિરૂપ્યું છે, એક વ્યવહારદષ્ટિ, બીજી નિશ્ચયર્દષ્ટિ. બંને દૃષ્ટિ રથનાં બે ચક્ર જેવી છે. રથના બંને ચક્રોની ગતિ સાથે થાય છે. તેમ આ બંને દૃષ્ટિની ગૌણતા મુખ્યતા થાય છે, છતાં બંને સાથે રહેલ છે. પરમાર્થની પૂર્ણતામાં આત્મદશા નયાતીત હોય છે. તે પહેલાંની ભૂમિકામાં બંને દષ્ટિ અન્યોન્ય અપેક્ષા રાખે છે.
વ્યવહારષ્ટિથી રાગદ્વેષનાં પરિણામ બંધાતાં કર્મથી આત્મા જન્મ ધારણ કરે છે. નિશ્ચયથી આત્માને રાગદ્વેષનાં પરિણામ સ્વભાવથી નથી, અને તે જડ પદાર્થો જીવને રાગદ્વેષ કરવાનું કહેતા નથી. પરંતુ અજ્ઞાનવશ રાગદ્વેષના ભાવ આત્માની વર્તમાન અવસ્થામાં થાય છે તે પૂર્વજન્મના કર્મના સંસ્કારનું કારણ છે. પરંતુ સ્વયંબોધ પામે છે ત્યારે તે કર્મોને જીર્ણ કરવા ઉદ્યમ કરે છે ત્યારે કર્મો ટળે છે. અજ્ઞાનજનિત વિષમતા ટળી જતાં જીવ અનંત સુખ પામે છે.
વ્યવહારનય વસ્તુના વિવિધ ભેદો દ્વારા આત્મામાં થતી પર્યાયનો કે અવસ્થાનો બોધ કરાવે છે કે આત્મા સ્વભાવે શુદ્ધ છતાં વર્તમાનમાં રાગાદિ દોષવાળો છે. તેને તે રીતે જાણવો અને આત્મા સ્વભાવે શુદ્ધ છે, તેવું નિશ્ચયથી લક્ષ્ય કરી તેને આરાધવો. કેવળ વ્યવહારદૃષ્ટિથી આત્માની કર્મભનિત ખંડ ખંડ અવસ્થાને જ માનવાથી આત્મા અખંડ માર્ગને પામતો નથી, અને શુદ્ધદશા પ્રગટે નહિ ત્યાં સુધી નિશ્ચયથી શુદ્ધ છું મને રાગાદિભાવ નથી તેમ માની લે તો પણ શુદ્ધ માર્ગ સાધી શકતો નથી. માટે નિશ્ચયર્દષ્ટિથી આત્મલક્ષ્યને ધારણ કરી તેમાં સ્વરૂપની દઢતા કરી, શુદ્ધ વ્યવહારધર્મને આરાધવો, જેનાથી પરમાર્થ પમાય, શુદ્ધતા પ્રગટ થાય તે નિશ્ચયથી અખંડ માર્ગ છે.
વ્યવહારદૃષ્ટિ જીવને અવસ્થાભેદે બોધ આપે છે. ચારે ગતિનું
૧૯૩
સમાધિશતક Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org