________________
પંચમગતિને પ્રાપ્ત કરે છે. જેને સદ્ગુરુથી આવો બોધ પરિણામ પામ્યો છે તે અંતરાત્મા જ્ઞાન ધ્યાન અને વૈરાગ્યમય ભાવનાઓને સેવે છે. તે નિર્વિકલ્પતાને અનુભવી મુક્ત થાય છે. જેને એવી આત્મષ્ટિ થાય છે તેને કાળનો ભય જન્મ, મરણ કે ભવાંતરનો ત્રાસ છૂટી જાય છે. માટે પંચમગતિરહિત જીવને ક્યાંય સુખ નથી તેવો દેઢ આત્મવિચાર કરવો.
દેહાર્થમાં આત્મશક્તિને યોજવાથી વિનય અને વિદ્યા નષ્ટ થાય છે. વનનાં પુષ્પ જેમ સુવાસ આપતાં નથી તેમ દેહાર્થમાં યોજેલું કળા કૌશલ્ય વ્યર્થ જાય છે. આત્મભાવમાં જે સ્થિર છે તેનો વિરોગ ટળે છે. માટે આત્મભાવના કરવી કે મારા પ્રાણ જાય, આયુષ્ય અલ્પ હો પણ મારે આ અનર્થમય દેહનો આશરો ત્યજવો છે, હું કોઈનો નથી, કોઈ મારું નથી, એવો દેઢ નિશ્ચય કરી આત્મભાવના કરવી.
આપ ભાવના દેહમેં, દેહંતર ગતિ હેત, આપ બુદ્ધિ જો આપમેં, સો વિદેહપદ દેત. છંદ-૬૧
અર્થ : દેહમાં આત્મભાવના કરવાથી, દેહને આત્મારૂપ માનવાથી બીજો ભવધારણ કરવાનો હેતુ બને છે. જો આત્માર્થી આત્મામાં આત્મબુદ્ધિ કરે છે તો તે વિદેહપદનો હેતુ થાય છે. એ માટે આત્માર્થીએ નિરંતર વિચારવું કે :
પુદ્ગલ-દેહ અવિનાશી છે. આત્મા અવિનાશી છે. - દેહ અશુચિમય છે. આત્મા શુચિવાળો છે. દેહ જન્મમરણવાળો છે, આત્મા અમર છે.
જે નિરંતર સાથે રહે છે તેવા આત્માની જ ભાવના કરવી. આત્મભાવના દેઢ થવાથી મમતા ઘટે છે, સમતા વધે છે. જેમ જેમ આત્મા સમતારસથી ભરપૂર થાય છે તેમ તેમ વિદેહીપદને પ્રાપ્ત કરવાને સાધક સમર્થ બને છે.
नयत्यात्मानमात्मैव, जन्म निर्वाणमेव च । गुरुरात्मात्मनस्तस्मानान्योऽस्ति परमार्थतः ॥७॥
૧૯૨ Jain Education International
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org
For Private & Personal Use Only