________________
અર્થ : દેહમાં આત્મબુદ્ધિ કરવી તે દેહાંતરપ્રાપ્તિનું બીજ છે. આત્મામાં આત્મભાવના કરવી તે વિદેહપદનું બીજ છે.
દેહાંતર – એક દેહ ત્યજી બીજો દેહ ધારણ કરવો. દેહ અને આત્માનો સાંયોગિક સંબંધ છે. આયુષ્ય પૂર્ણ થયે અવશ્ય તેનો વિયોગ થવાનો છે. જ્યાં સુધી આત્માને દેહમાં આત્મબુદ્ધિ છે, કે દેહવાસના છે ત્યાં સુધી દેહાંતર થઈને પણ આત્મા બીજો ભવ ધારણ કરે છે. કારણ કે ભવાંતરનું બીજ દેહવાસના છે તે મિથ્યાત્વ છે; આત્મજ્ઞાન વગર મિથ્યાત્વ જતું નથી. આત્માને જ્યાં સુધી દેહભાવે વિષયોની આસક્તિ છૂટતી નથી, ત્યાં સુધી કર્મથી રંજિત આત્મા પુનઃ જન્મ ધારણ કરે છે. આત્મજ્ઞાન આત્મભાવના વગર પ્રગટ થતું નથી.
જીવને જ્યાં સુધી દેહવાસના છે, ત્યાં સુધી શરીર ધારણ કરવાં પડે છે. આરંભ-સમારંભરૂપ અને પરિગ્રહની મૂચ્છ છે, ત્યાં સુધી આત્મવિચાર થતો નથી. અંતરનિરીક્ષણ થતું નથી કે આ પરિગ્રહની વૃદ્ધિ તો થઈ પણ પછી શું ? જેમ જેમ આરંભ સમારંભ અને પરિગ્રહની મૂર્છાનું અલ્પત્વ થાય છે તેમ તેમ આત્મવિચારનો સદ્દભાવ થાય છે. અને ત્યારે આત્મા જાગ્રત થાય છે કે આ દેહ તે હું નથી.
જો આત્મા આત્મભાવમાં રહે તો તેને મમતાની મલિનતા લાગતી નથી. અને સમતામાં આવેલા જીવને કર્મબીજની વૃદ્ધિ થતી નથી, તેથી આત્મભાવે તેનો સંસાર ક્ષય થાય છે. પરપ્રસંગમાં કે અસત્સંગમાં આત્મવિચાર આવરણ પામે છે, તેથી જીવને ભવાંતરે જવું પડે છે. જો પરપ્રસંગના મોહાદિ ભાવ ટળે તો મુક્તિબીજની પ્રાપ્તિ થાય. જે ઇન્દ્રિયાદિ ઉપર વિજય મેળવે છે તે પુનઃ પ્રાણોને ધારણ કરતો નથી.
પુદ્ગલના દેહભાવની બધી જ દશા અને દિશા અવદશા કરનારી છે. તે શુભાશુભરૂપે હોય તોપણ ભવાંતર તો થાય છે. ભલે શુભથી દેવાદિ ગતિ મળે. અને અશુભથી નરકાદિગતિ મળે. જ્યારે શુભાશુભ બંનેનો અભાવ થાય છે ત્યારે જીવ ચાર ગતિના બીજનો નાશ કરી
સમાધિશતક Jain Education International
૧૯૧ www.jainelibrary.org
For Private & Personal Use Only