________________
આત્મરામી સાધકોને અનુકૂળ નિમિત્ત માત્ર છે. તારે જો તારા જ અવિનાશી તત્ત્વની પ્રાપ્તિ કરવી હશે, તો તારી અંદર પડેલા શુદ્ધાત્મામાં જ વસવું પડશે.
આ સુંદર દેખાતી કાયા એમાં પણ તારો વાસ નથી, કાયા તો કાળનો કોળિયો છે, યમલોકનો યાત્રી છે, અર્થાત તું જેમાં વસે છે તે તારો જ પ્રદેશ છે. સાધનામાં એક ભૂમિકા એવી આવે છે કે તેને બહારમાં એકાંતની વનવાસની આવશ્યકતા રહે છે. પરંતુ જે યોગીને નગર કે વનનો ભેદ નથી, તે અભેદ દશામાં સ્થિત છે. તેને માટે તો તે જ્યાં હોય ત્યાં એક જ લક્ષ્ય છે કે અંતરમાં ડૂબકી મારવી. કારણ કે નગર કે વન જ્યાં હોય ત્યાં તેમને અજ્ઞાનથી દૂર રહેવાનું છે, જ્ઞાન વડે આત્મશક્તિની વૃદ્ધિ કરવાની છે. પહાડ ઉપર રહીને પણ હૃદય તો પૂર્ણ શુદ્ધ કરવાનું છે. તેથી જ્ઞાનીઓ યોગીઓ જ્ઞાનસ્વરૂપ આત્મામાં વસે છે. નગરમાં વસે તો સમિતિ ગુપ્તિ પાળીને રહે છે. વનમાં રહે તો શુદ્ધ ચારિત્રને આરાધે છે.
યોગીને કેવળ એકાંતનો આગ્રહ નથી. તેને વન અને નગર સમાન છે. તેઓ ભવસાગરને પાર કરે છે. માટે દુર્ઘટ આ સંસારમાં તેવા પુરુષનું અનુસરણ કરી આત્માને નિર્મળ કરવો કે જે આત્માનું સ્વયં ગુરુપદ છે. જેમ જળ સ્થિર હો કે કલોલવાળું હો. સોનાની લગડી હો કે બંગડી હો. વાયુ વાદળથી બંધાયેલો હો કે મુક્ત હો કિંઈ ભેદ નથી. જળ તે જળ છે. સોનું બધી અવસ્થામાં સોનારૂપે છે. વાયુ વાયુરૂપે રહે છે. તેમ શુદ્ધાત્મા સ્વયં પરમાત્મસ્વરૂપે કે ગુરુસ્વરૂપે છે. પર્યાયષ્ટિએ બદલાતી અવસ્થાનો ભેદ જણાય છે. જીવનમુક્ત દશાવાળા મહાત્માને અભેદદશા વર્તે છે.
देहान्तरगते/जं, देहेऽस्मिन्त्रात्मभावना ।
बीजं विदेहनिष्पत्तेरात्मन्येवात्मभावना ॥७४॥ દેહે આતમ-ભાવના દેહાન્તરગતિ-બીજ; આત્મામાં નિજ-ભાવના દેહમુક્તિનું બીજ. ૭૪
૧૯૦ Jain Education International
આતમ ઝંખે છુટકારો
For Private & Personal Use Only
www.jainelibrary.org