________________
જનસંપર્કનો સંગ છોડ્યો છે. જ્ઞાની નગરમાં કે વનમાં વસતા નથી; તેમનું નિવાસસ્થાન શુદ્ધાત્મા છે. શરીરને પણ તેઓ આત્માને રહેવાનું સ્થાન માનતા નથી. તેઓ જાણે છે કે આત્માનું નિવાસસ્થાન અસંખ્યાત પ્રદેશ છે. એ દરેક પ્રદેશમાં અનંત જ્ઞાનાદિ ગુણો રહેલા છે.
પોતાના જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી શુદ્ધ અસંખ્યાત પ્રદેશી શુદ્ધ આત્મા જ જ્ઞાનીનું નિવાસસ્થાન છે. જો તેઓ વનમાં એકાંતે રહે છે તોપણ આ લક્ષ્યથી રહે છે. ઉદયબળે નગર કે ગૃહમાં રહે છે તો પણ લક્ષ્ય એ જ છે. આથી તેઓ સર્વ પરદ્રવ્યોથી અસંગ છે. પોતાના જ દ્રવ્યમાં સ્થિત છે, ક્ષેત્રથી શરીરના અવગાહનમાં હોવા છતાં સ્વક્ષેત્રમાં હોવાથી ભિન્ન છે, કાળથી તેઓ બદ્ધ નથી પણ ભિન્ન છે. ભાવથી નિર્વિકલ્પ છે. આમ હોવાથી તેઓને બહારની પરિસ્થિતિમાં ઈચ્છાનિષ્ટ ભાવ થતા નથી.
શરીર છે એટલે બહાર કંઈ પણ વસવું થાય છે. તેનાથી જ્ઞાની નિર્લેપ છે. સંસારી સંયોગ સંબંધે થયેલા નિવાસને પોતાનું ક્ષેત્ર માને છે. એ મિથ્યા માન્યતાથી દેહ ધારણ કરતો રહે છે. જ્ઞાની દેહને જ પોતાનું સ્થાન માનતા નથી તેથી મુક્ત થાય છે.
વાસ નગર વનકે વિષે, માન દુવિધ અબુદ્ધ,
આતમ દરશીકું વસતિ, કેવલ આતમ શુદ્ધ. છંદ-૬૦ અબુધ જનો જે જાતિ કે કુળમાં જન્મ્યા તેવો જ પોતાને માને છે, તેમ જો નગરમાં વસે તો પોતાનો નગરવાસી અને વનમાં વસે તો પોતાને વનવાસી માને છે. નગરનો ત્યાગ કરી વનમાં વસે ત્યારે માને છે મેં તો કેટલોય ત્યાગ કર્યો હવે હું વનવાસી થયો. જ્ઞાની કહે છે નગરાદિ તારાં હતાં નહિ, પછી તારે ત્યાગવાનું શું હોય ? અને વન પણ તારું નથી કે તારે વનવાસી બનવાનું હોય ! તું તારા શુદ્ધાત્મામાં વસનારો છું.
હે ભવ્યાત્મા ! તું કંઈ કાચના ટુકડા જેવો નથી કે જરામાં ફૂટી જાય. તું અનંતગુણનો અક્ષય ખજાનો, તારે તે વનમાં જઈને મેળવાનો છે તેમ નથી. વનનું એકાંત એક બાહ્ય પરિસ્થિતિ છે જે
સમાધિશતક
૧૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org