________________
સમજદાર બુદ્ધિમાન છે, તને કેવી ઉત્તમતા પ્રાપ્ત થાય. કદાચ ત્યાં તારી બુદ્ધિ બાધા પહોંચાડતી હોય તો ત્યાં બુદ્ધિને બાજુ પર રાખજે અને કેવળ નિશ્ચિત થઈને બેસજે, તને પણ મુનિના મૌનનું રહસ્ય સમજાશે. માટે મુનિ કલ્યાણમિત્ર કહેવાય છે.
પવિત્રાત્માઓની પવિત્રતા પ્રવાહિત રહે છે. તે નિશ્રાથી કે દૃષ્ટિથી પણ કાર્યાવિત બને છે. તેમાં પણ જો પાત્ર કે શ્રદ્ધાવાન જીવને એનો યોગ મળે તો પોતે જેના પ્રત્યે અચળ શ્રદ્ધા કરી છે, પ્રેમાર્પણ થયો છે, તેમના જેવો પોતે સ્વયં પ્રગટ થાય છે.
ग्रामोऽरण्यमिति द्वेधा, निवासोऽनात्मदर्शिनाम् । दृष्टात्मनां निवासस्तु, विविक्तात्मैव निश्चलः ॥७३॥ અનાત્મદર્શ ગામ વા વનમાં કરે નિવાસ; નિશ્ચળ શુદ્ધાત્મામહીં આત્મદર્શીનો વાસ. ૭૩
અર્થ : મનુષ્ય ગામ અને અરણ્ય એ બે સ્થાનોને પોતાનાં જાણે છે કારણ કે તે પોતાના શુદ્ધ નિવાસને જાણતો નથી. પરંતુ જ્ઞાનીને તો પોતાનો શુદ્ધાત્મા જ નિવાસસ્થાન છે.
સમાન્ય રીતે મનુષ્ય ગામ-નગર કે વનમાં રહેતો હોય છે. તે જ્યાં વસે છે તેવો પોતાને માને છે. નગરમાં વસે છે તો પોતાને નગરવાસી માને છે. વનમાં વસે તો વનવાસી માને છે. પરંતુ વાસી મટીને પોતાને શુદ્ધ માનતો નથી. ગૃહમાં વસે છે તો પોતાને ગૃહસ્થ માને છે. આશ્રમમાં વસે છે તો પોતાને આશ્રમવાસી માને છે, દરેક સ્થાનને તે પોતાનાં માનીને મમત્વ કે અહમને સેવે છે. તે વિચારતો નથી કે ઘરવાસ કે વનવાસ કોનો છે ? કેટલા સમય માટે છે ?
નગરમાં રહેનારો માને છે કે વનમાં રહેનારા કેવા કષ્ટ વેઠે છે. વનમાં રહેનારા માને છે કે નગરમાં રહેનારા કરતાં અમે કંઈક ત્યાગી છીએ. નગરમાં રહેનારો નગરપંચાયત કરે છે. વનમાં રહેનારો છોડેલા પદાર્થોના બાહ્ય ત્યાગની પ્રશંસા કરે છે. વાસ્તવમાં ત્યાગગ્રહણ તે બાહ્ય ભૂમિકા છે.
જ્ઞાની એકાંતને સેવે છે. બાહ્યઅત્યંતર બંને પ્રકારે તેમણે
૧૮૮ Jain Education International
આતમ ઝંખે છુટકારો
For Private & Personal Use Only
www.jainelibrary.org