________________
વર્ણન કરી સમજાવે છે કે તું તારા અવળા પુરુષાર્થથી નરકાદિ ગતિને પામે છે. સત્ પુરુષાર્થ વડે મુક્તિને પામે છે. જન્મમરણાદિ કર્મનું સર્જન કરનાર આત્મા છે, અને વિસર્જન કરનાર પણ તે જ આત્મા છે. વ્યવહારદષ્ટિ કર્મની પ્રકૃતિભેદે જીવને બંધનયુક્ત માને છે. તે કર્મપ્રકૃતિનો નાશ થતાં જીવ મુક્ત થાય છે. જન્મ પામેલો ફરી જન્મે નહિ ત્યારે તે નિર્વાણ પામે છે. તે સિવાય વૃક્ષ, જંતુ, હરણ, સસલા અને હાથી સર્વે જન્મ પામે છે અને મરે છે વળી જન્મે છે. અને તને નરભવ મળવા છતાં તારી દશા પણ એમ જ થાય તો તારામાં અને પશુમાં શું અંતર રહેશે ? માટે આત્મજ્ઞાન વડે મનને વશ કરવું તેમાં નરભવની યથાર્થતા છે. માટે સદગુરુયોગે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી લે તો જીવ્યું ધન્ય થઈ જાય.
સામાન્ય જીવો અરૂપી આત્માનું સ્વરૂપ સમજી ન શકે તેથી તેને વ્યવહારધર્મ દર્શાવી આત્મદષ્ટિ પ્રત્યે દોરે છે. એ વ્યવહાર પણ પરમાર્થમૂલક છે. શુદ્ધ તત્ત્વનું જ્ઞાન કરાવનાર નિશ્ચિત દૃષ્ટિ છે. એ સૂક્ષ્મ દૃષ્ટિ ગુરુગામે પ્રાપ્ત થાય છે. સ્વકલ્પનાએ નિશ્ચયને સ્વીકારનાર સ્વચ્છંદપણે વર્તે તો શુદ્ધ માર્ગ પામે નહિ. મુખથી શુદ્ધાત્માની વાત કરે અને સંસારભાવ તો છૂટ્યો ન હોય તે નિશ્ચયાભાસી પણ અખંડ માર્ગને પામતો નથી. વાસ્તવમાં અશુભ માર્ગને ત્યજી આત્મસમાધિ વડે મુક્ત થવાય છે.
નિશ્ચયનું લક્ષ્ય કરી શક્યનો આરંભ કરવો. નિશ્ચયનય તત્ત્વનું ધ્યેય કરાવે છે. વ્યવહારનય તે ધ્યેય સુધી પહોંચવાનાં સાધનો બતાવે છે. માટે ભૂમિકા પ્રમાણે બોધ ગ્રહણ કરવો, તે પ્રમાણે આરાધના કરવી. નિશ્ચયને લક્ષ્યમાં રાખી ભૂમિકા પ્રમાણે બાહ્ય સાધનો અને અંતરંગભાવને ગ્રહણ કરવા.
સામાન્ય રીતે માનવનું મન જ કર્મબંધનું અને કર્મથી મુક્તિનું કારણ છે. જો એ મન-(ભાવ, પરિણામ, ચિત્ત) આત્મભાવમાં રહે છે તો કર્મબંધ થતો નથી અને એ મન રાગાદિ વડે વિષયોમાં ભમે છે, તો કર્મબંધ થાય છે. આમ પોતાના જ દ્વારા જો બંધ-મુક્તિ હેતુભૂત થતી હોય તો આત્મા જ આત્માનો ગુરુ થઈ શકે, તેને
૧૯૪ Jain Education International
આતમ ઝંખે છુટકારો
For Private & Personal Use Only
www.jainelibrary.org