________________
નિજ આત્મા ત્રણ લિંગમય માને જીવ વિમૂઢ;
સ્વાત્મા વચનાતીત ને સ્વસિદ્ધ માને બુધ. ૪૪
અર્થ : દશ્યમાન એવાં સ્ત્રી-પુરુષ અને નપુંસક રૂપ ત્રણ લિંગવાળા દેહને મૂઢ, આત્મા ધારે છે. અવબોધ પામેલો અંતરાત્મા માને છે કે આત્મા ત્રિલિંગરૂપ નથી, આત્મા અનાદિથી સત્તાપણે સ્વસિદ્ધ, વચનાતીત છે.
રંક એવો બહિરાત્મા ચર્મચક્ષુ દ્વારા જોવાતા દશ્યમાન જગતમાં ત્રણ લિંગના ભેદવાળા મનુષ્યાદિના દેહને જ આત્મા ધારે છે. તેથી તેમની સાથેનો વ્યવહાર પણ દેહજનિત રાગાદિ દોષવાળો હોય છે. પ્રિય-અપ્રિય, ઇષ્ટ-અનિષ્ટની બુદ્ધિવાળો હોવાથી તે નિરંતર વિકલ્પમાં મૂંઝાય છે.
મૂઢ દષ્ટિવાળો આ દશ્યજગતના જડ પદાર્થોમાં જ રાચે છે. તેને સાચા માને છે. તેને અતીન્દ્રિયજ્ઞાનની શ્રદ્ધા નથી તેથી ઇન્દ્રિયજનિત વિકલ્પથી જગતને જુએ છે અને બંધાય છે. અંધકારરૂપી અજ્ઞાનમાં અને કર્મપ્રકૃતિથી ઘેરાયેલો તે જાણતો જ નથી કે આત્મસ્વરૂપ શું છે ? પ્રમાદી જીવ એ પણ જાણતો નથી કે દૃશ્યજગતને જોવામાં કેટલો કાળ ગુમાવ્યો ? કાળ ક્યારેક ઉપાડીને તારું દેશ્યજગત સમાપ્ત કરી દેશે.
પરંતુ બોધસ્વરૂપ એવો અંતરાત્મા તો દશ્યજગતના લિંગભેદને જોતો નથી, એ તો પોતાના આત્માને જેવો જ્ઞાનસ્વરૂપ માને છે તેવું ચૈતન્ય તેમને સર્વત્ર જણાય છે. તેઓ અતીન્દ્રિય સુખને જાણે છે તેથી અહીં રોકાતા નથી. દુનિયાના દેશ્યમાં તે વ્યર્થ ફાંફાં મારતા નથી. પરંતુ અંતરાત્મામાં રહી પરમાત્મસ્વરૂપનાં દર્શન કરે છે. માનવજીવનમાં કરવા જેવું કોઈ ઉત્તમ કાર્ય હોય તો તે આ દર્શન” છે.
અંતરાત્મા માને છે કે પોતે અનાદિસ્વભાવથી સિદ્ધસ્વરૂપ છે, સ્વાનુભવગમ્ય છે, જ્યાં વચનની ગતિ નથી કે મતિનો સંચાર નથી. દેહથી ભિન્ન કેવળ સ્વ-પરપ્રકાશક પરમ ચૈતન્યસ્વરૂપ આત્મા છું. તેથી તે તેમાં જ સ્થિરતા કરે છે. ઇન્દ્રિયોની ક્ષુદ્રતામાં તેઓ લલચાતા
૧૩૨
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org