________________
છે. કારણ શાસ્ત્ર એટલે સાક્ષાત્ જિનવાણી છે. તેના રહસ્યો સમજવા દુર્ગમ છે. એટલે ગુરુગમની ત્યાં મુખ્યતા દર્શાવી છે. શાસ્ત્રનાં ગૂઢ રહસ્યો જે ભવમુક્તિનું કારણ છે તે ગુરુગમથી સમજાય છે. શ્રદ્ધામાં આવે છે. શાસ્ત્રીય તત્ત્વોનો વિશાળ બુદ્ધિપૂર્વક અને ગંભીરતાપૂર્વકનો બોધ હોય છે.
શાસ્ત્ર દ્વારા હેય, શેય, ઉપાદેયનો વિવેક જાણે છે એથી દ્રવ્યદ્યુત તેમને ભાવદ્યુતપણે પરિણમે છે. અર્થાત્ શુદ્ધ આત્મજ્ઞાનરૂપે પરિણમે છે. એવા અપ્રમત્તદશાવાળા મુનિની ધર્મચર્યા પણ સહજ અને અભુત હોય તેમાં આશ્ચર્ય શું ? ૪. સ્વાભાવિક ધર્મપ્રવૃત્તિ ઃ
શાસ્ત્રાયોગીની ધર્મસાધના નિરતિચાર હોય. ગુરૂઆશાને આધીન છતાં સ્વપરિણતિમાં સ્વાધીન રહે. ક્રમે ક્રમે શેષ રહેલા કષાયોના રસને તોડતા તોડતા, દોષોનો હ્રાસ કરતા કરતા આગળ વધે છે. અને દોષ થાય ત્યારે જપીને બેસે નહિ. ગુરુજનો પાસે પ્રાયશ્ચિત્ત દ્વારા તે દોષથી મુક્ત થઈ જાય.
આગમપ્રણીત ધર્મવિધાનોને ઉત્સર્ગમાર્ગે આરાધીને, ગુરુજનોની નિશ્રામાં મુનિધર્મનું શ્રેષ્ઠ પાલન કરે છે. અને યોગ્ય સમયે એકાંતે સાધનામાં રહી આગળની ભૂમિકામાં પ્રવેશ કરે છે. અપવાદમાર્ગ પણ ઉત્સર્ગમાર્ગને અવલંબતો હોય પણ ઉન્માર્ગનું સેવન ન જ કરે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાનની આ મુનિદશા અનુક્રમે સંયમની દૃઢતા વડે અપ્રમત્તદશા વડે વિકસતી જાય છે. તે મુનિ સામર્થ્યયોગને પામે છે. સામર્થ્યયોગ :
શાસ્ત્રમાં સામાન્યપણે યોગના જે ઉપાયો બતાવ્યા હોય તેની શાસ્ત્રથી પણ વિશેષ પોતાની અંતરંગ શક્તિ-અનુભવ અને વિશિષ્ટ ધર્મવ્યાપાર તે સામર્થ્યયોગ છે.
૧. શાસથી સામાન્ય ઉપાયો : જેમાં આત્માના સામર્થ્યની પ્રધાનતા છે તે સામર્થ્યયોગ છે. તેના પરિણામે શાસ્ત્રયોગથી દ્વેષરહિત થયેલો શુદ્ધ શ્રદ્ધાવાન સાધક મુક્તિ પ્રાપ્ત કરે છે. એ સામર્થ્યયોગને
સમાધિશતક
૨૯૯ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only