________________
અને તત્ત્વપરિણતિ, વૈરાગ્ય, ક્ષમાદિ ગુણ તથા ઉત્તમ ભાવનાઓથી ચિત્તને વાસિત રાખે છે. રખેને કોઈ છૂપો નિકાચિત કર્મનો ઉદય કંઈ ઓચિંતી ધાડ પાડી ન દે. તેથી યથાશક્તિ તપ, ધ્યાન, દેહમમત્વમોચન વગેરે દ્વારા અપ્રમત્તદશામાં રહે છે. છતાં જ્યારે તેમાં પ્રમત્તભાવ આવે ત્યારે પણ ભક્તિ, અધ્યયન, શાસ્ત્રશ્રવણ જેવા પ્રકારોમાં રહી અપ્રમત્તદશા પ્રત્યે જ પોતાનું વલણ રાખે છે. ૨. શ્રદ્ધાવાન :
અપ્રમત્તભાવથી મોહનો નાશ થવાથી મુનિ સ્વસંવેદનાત્મક શ્રદ્ધાવાન હોય છે. સમ્યફ પ્રતીતિયુક્ત, અંતરઅનુભવથી કરેલી શ્રદ્ધા, જેની ધારા અખંડપણે વર્યા કરે. ઇચ્છાયોગમાં ઉત્તમ સાધના હોય પણ તે સ્થાને સ્પષ્ટ અંતરઅનુભૂતિ ન હોય. પાપના દુઃખથી બચવા માટે તે સાધના પરાશ્રયી હતી. શાસ્ત્રાયોગીની સાધના સહજ હોય છે. અંતરપરિણતિ આત્મસ્વરૂપાકારે ટકતી હોય, પૂરું જીવન જ તાત્ત્વિક ધર્મપ્રવૃત્તિયુક્ત હોય. તેને સ્વસંવેદનયુક્ત શ્રદ્ધા કહે છે.
આવી શ્રદ્ધા પ્રાપ્ત થવી દુર્લભ છે. સર્વજ્ઞ પુરુષના વચનમાં વિશ્વાસ હોય તેને આ શ્રદ્ધા હોય છે. જિનાજ્ઞા પ્રમાણે તે ધર્મપ્રવૃત્તિ કરે છે. તેથી તેની ધર્મપ્રવૃત્તિ શુદ્ધાત્માના લક્ષ્યવાળી હોય છે. તે સિવાય આ જગતના કોઈ પદાર્થની સ્પૃહા હોતી નથી. સમ્યફ શ્રદ્ધાના બળે શાસ્ત્રયોગી સહજસ્વરૂપમાં સ્થિત રહેવા પ્રયત્નશીલ હોય છે. ૩. તીવ્રબોધ :
સભ્યશ્રદ્ધા જ સાધકને પથગામી બને છે. સર્વજ્ઞના વચનની શ્રદ્ધા સાધકને તીવ્રબોધરૂપે પરિણમે છે. શાસ્ત્રમાં દર્શાવેલા સૂક્ષ્મ ભેદપ્રભેદને જાણે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જ્યાં જ્યાં જે જે પ્રવૃત્તિ ઘટે તે શુદ્ધિપૂર્વક કરી શકે છે. શાસ્ત્રો દ્વારા જે જાણ્યું તે આત્મસાત્ થતું જાય છે. પુનઃ પુનઃ તે માટે પ્રયાસ કરવો પડતો નથી. ચિત્તમાં નિરંતર તેના રટણ-ચિંતનની ધારા ચાલતી રહે છે. - શાસ્ત્રયોગી શાસ્ત્રને સંસારભાવથી રક્ષણ કરવાવાળું સાધન માને
૨૯૮ Jain Education International
આતમ ઝંખે છુટકારો
For Private & Personal Use Only
www.jainelibrary.org