________________
ભોગ બને છે.
બહિરાત્મા પરમાં સ્વાત્મબુદ્ધિ કરી સુખની પાછળ દોટ મૂકે છે. તે સુખ અસત્, અનિત્ય અને વિનાશી છે. કેવળ વાસના અને તૃષ્ણાનો ભંડાર છે. જેના વડે રાગદ્વેષનો પ્રવાહ નિરંતર વહેતો રહે છે. પરિણામે જીવ દુઃખ જ પામે છે.
દેહમમત્વમોચન એ બહિરાત્માના ભ્રમને દૂર કરવાનો ઉપાય છે. તે પરમાત્મસ્વરૂપને જાણતો ન હોવાથી તેનો આ ભ્રમ ભાંગતો નથી. તેથી પોતાના જ સ્વરૂપથી તે વિમુખ રહે છે, બહિરાત્માને મન, શરીર અને વચન સર્વેમાં આત્મબુદ્ધિનો ભ્રમ છે. તે પોતાને મન, વચન કે કાયારૂપે જાણે છે. બહિરાત્માને ઔદયિકભાવનું ગાઢ આવરણ છે. જગતના પદાર્થોને જાણીને તેનામાં આકર્ષણ વિકર્ષણ પેદા થાય છે. તેની દૃષ્ટિ દશ્યાકારે થઈને આસક્તિ પેદા કરે છે. તે પોતાના ગુણ કે દોષને જાણતો નથી.
બહિરાત્મા ઇન્દ્રિયોની અનુકૂળ ભોગસામગ્રીને ભોગવું છું તેમ માને છે. પરંતુ તે સમયે તે પોતાના અશુદ્ધ આત્માને સેવી રહ્યો છે તેવું જાણતો નથી. આવી અજ્ઞાનતા તે જ તેનો મહાદોષ છે.
બહિરાત્મપણું એટલે સપ્તધાતુના શરીરના પોટલામાં આત્મબુદ્ધિ કરવી. ધનાદિ જડમાં ચૈતન્યભાવને રૂંધી રાખવો. સ્ત્રી-પુત્રાદિ પરિવારમાં મમત્વથી એકત્વ માનવું. જગતના ભૌતિક વૈભવમાં સુખની શ્રદ્ધા રાખવી. પરમાત્મસ્વરૂપ એવા આત્માની ચૈતન્યશક્તિનો આદર ન થવો. તે સ્વરૂપમાં શ્રદ્ધા ન થવી, આવું મૂઢપણું છે.
યોગાનુયોગ આવો ભૌતિકવાદી જીવ-સુખ પછી દુ:ખનાં પરિબળોને જોઈને જ્યારે અંતરમાં સંશોધન કરે છે અથવા કોઈ સદ્ગુરુના સમાગમમાં આવે છે ત્યારે તેની દષ્ટિ કંઈ અંતર્મુખી થાય છે. પછી તો તે અંતરના દોષોને જાણતો થાય છે. અને તેને સાચા સ્વરૂપનું ભાન થાય છે. સગુરુ તેને સમજાવે છે કે કાયાને ગમે તેટલી પાળો-પોષો તો પણ તે જીવની સાથે જવાની નથી. નથી જતી તે પણ સારું છે. જો બધી જ કાયા જીવ સાથે લઈ જાય તો હજારો
૨૮૬
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org