________________
પ્રકૃતિઓને આધીન વર્તે છે. અને પૌદ્ગલિક અજીવ પદાર્થોમાં સ્વરૂપબુદ્ધિ કરી તેને આનંદરૂપ માને છે.
બહિરાત્મપણે અજ્ઞાનને વશ જીવ સંસારના સ્વરૂપને જાણતો નથી કે નિરંતર દરેક ક્ષણે પરિવર્તનશીલ સંસાર સર્યા જ કરે છે. એક ઇચ્છા પરથી બીજી ઇચ્છા ઉપર, આજે એક વ્યક્તિમાં રાગથી વળી કાલે અન્ય વ્યક્તિમાં રાગ, આ જન્મ પછી નવો જન્મ. એમ અનેક પ્રકારે સર્યા કરે છે. અને દરેક સ્થાને દુ:ખ ભોગવ્યા કરે છે. તેવા જીવની ગતિ છે પણ પ્રગતિ નથી.
ગુણસ્થાનના ભેદથી બહિરાત્મા પ્રથમ ગુણસ્થાનકે હોય છે. રાગાદિભાવયુક્ત તેની મનોદશા છે. દેહાદિકના સુખ માટે અધર્મ આચરતાં પાછો પડતો નથી. જે કર્મપ્રકૃતિનો ઉદય છે તેને વશ વર્તી તેમાં ખુશી માને છે, તેને આત્મા, પરમાત્મા, સગુરુ, શાસ્ત્રો પ્રત્યે અપ્રીતિ હોય છે.
બહિરાત્મા ગૃહસ્થપણે ધર્મ નહિ આચરનારો ગૃહસ્થસંસારી છે. દેહભાવથી દેહસંસારી છે. અને મોહથી ઘેરાયેલો મોહસંસારી છે. પરિગ્રહવાળો હોવાથી પરિગ્રહસંસારી છે, આમ અનેક પ્રકારના વિષમય સર્પોથી વીંટળાયેલો બહિરાત્મા સ્વરૂપ સન્મુખ કેવી રીતે થાય ? તેને માટે એ ક્ષેત્ર વણખેડાયેલું જ રહે છે, તે આત્મા અને શરીરના એકક્ષેત્રીપણામાં ભેદ પાડી આત્મા અને દેહની ભિન્નતા સમજી શકતો નથી, કે જાણી શકતો પણ નથી. જ્યારે તે અનુકૂળ ભોગને અનુભવે છે ત્યારે વાસ્તવમાં તે અશુદ્ધ આનંદને અનુભવે છે. છતાં સુખ માને છે. આવો ભ્રમ તેના જન્મમરણના પરિભ્રમણનું કારણ છે.
બંધમોક્ષની યથાર્થતા સમજવા તથા નિર્વાણમાર્ગની ભૂમિકામાં પ્રવેશ કરવા જ્ઞાનીજનોએ જીવના ત્રણ પ્રકાર સમજાવ્યા. વિશ્વવ્યાપી દરેક દ્રવ્યો નિયમથી સ્વભાવમાં રહે છે. પરંતુ સંયોગાધીન જીવ બહિરાત્મપણે સ્વભાવથી શ્રુત થયેલો છે, તેને સ્વભાવ સન્મુખ કરવા સંયમ વગેરે દર્શાવ્યા છે. પુદ્ગલરૂપી દશ્યજગતમાં બહિરાત્મા સુખ શોધવા મથે છે, અને ત્યાં આત્મભ્રાંતિ વડે સુખની શ્રદ્ધા કરે છે. દેહભાવમાં રાચનારા, શરીરની જ મુખ્યતા કરનારા ઘણા દોષોના
સમાધિશતક
૨૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org