________________
સારાંશ
(ગ્રંથના ખાસ વિષયોની વિશેષતા) ૧. આત્માની ત્રણ અવસ્થાઓ ૨. નયનું અવલંબન ૩. યોગની વિશેષતા ૪. ભેદજ્ઞાનનું સ્વરૂપ
આત્માની ત્રણ અવસ્થા બહિરાત્માનું સ્વરૂપ :
ચૌદ રાજલોકમાં સઘળા જીવોની અવસ્થાભેદે જીવ-અજીવ, નિત્યઅનિત્ય, રૂપી-અરૂપી, એક-અનેક વગેરેમાં વહેંચણી થઈ શકે છે, તેમ સમસ્ત જીવોની અંતરંગદશાને ભેદે બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા એમ ત્રણ પ્રકાર તીર્થકરે પ્રકાશ્યા છે.
ચૌદરાજલોકમાં દ્રવ્યો-પદાર્થો પોતપોતાના નિયમથી પરિણમન કરે છે. જીવનું સત્તા અપેક્ષાએ સ્વમાં પરિણમન હોવા છતાં બાહ્ય અવસ્થામાં અનિયમથી વર્તે છે. તેને નિયમમાં – સંયમમાં લાવવા જ્ઞાનીજનોએ સંશોધન કરી તેના ઉપાય માટે શાસ્ત્રોની રચનાનું નિર્માણ કર્યું છે.
કસ્તૂરીમૃગના ઘૂંટામાં રહેલી કસ્તૂરીની સુગંધથી મૃગ પ્રભાવિત થાય છે, અને તે કસ્તૂરીની શોધમાં તે વ્યાકુળ થઈ જંગલમાં ભમે છે. એ ન્યાયે જીવ પોતાના ચૈતન્યમાંથી નીકળતા સુખના વેદનને બહારના વિષયોમાં શોધવા દોડે છે. બહારમાં સુખ નથી પણ ભ્રાંતિગતપણે તેને તેમાં સુખબુદ્ધિ થઈ હોવાથી તે પૌગલિક પદાર્થમાં સુખનો આરોપ કરી ત્યાં સુખ મળે છે તેમ ભ્રાંતિ સેવે છે.
અજ્ઞજન જાણતો જ નથી કે જે સુખ મેળવવા માટે આકુળતા કરવી પડે છે, મળ્યા પછી ક્ષણિક હોય છે તેવું સુખ અસત્, વિનાશી કે અપૂર્ણ હોય છે. અજ્ઞાનવશ જીવ રાગ, દ્વેષ અને મોહની
૨૮૪
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org