________________
છે. ત્યારે આત્મા સ્વયં સમતા સ્વરૂપે પ્રગટ થાય છે. ભલે કર્મનો ઉદય છે છતાં સંવરભાવને કારણે કર્મથી મુક્ત થતાં જાય છે. સર્વ અવસ્થામાં તે સમતામાં જ રહે છે. તેમના સુખનું વર્ણન વચનાતીત છે.
કવિ જશ વિજયે એ રચ્યો, દોધિક શતક પ્રમાણ,
એહ ભાવ જો મન ધરે, સો પાવે કલ્યાણ. છંદ-૧૦૨ સમાધિતંત્રને છંદબદ્ધ કરી કવિ મહામહોપાધ્યાય શ્રી જશવિજયે જૈનદર્શન-જિનશાસનની મહાન સેવા કરી છે. વળી ધર્મજિજ્ઞાસુઓ કે શાસ્ત્રબોધના પિપાસુઓ પર કરુણા કરી છે. વાચકવર્ગને સરળતાથી આત્મસ્વરૂપ સમજાય છે તેવી સરળ ભાષામાં રચના કરી છે. જે ભવ્યાત્માઓ આ ગ્રંથને ભાવ ધરીને ગાશે, વાંચશે, વિચારશે કે આચરશે તે જરૂર કલ્યાણ પામશે.
બહિરાત્મભાવ ત્યજી અંતરાત્મપણે દેહમાં રહેલા આત્માને પરમાત્મારૂપ માની શુદ્ધાત્માનું સ્મરણ કરવું. જ્ઞાનાદિ ગુણધારક હું છું તેવી ભાવના કરવી. જ્ઞાની સવિકલ્પથી આગળ વધી યોગાભ્યાસ દ્વારા નિર્વિકલ્પ સમાધિને સાધ્ય કરી પરમાત્મારૂપે આત્મા સ્વયં પ્રગટ થાય છે તેનું અદ્દભુત નિરૂપણ ગ્રંથકારે કર્યું છે.
આત્માથી પરમાત્મ સ્વરૂપની યાત્રાની સફળતાનું સાધન ભેદજ્ઞાન છે, જે કોઈ આત્માઓ સિદ્ધ થયા એ આ ભેદજ્ઞાનથી થયા છે. જે સંસારનું પરિભ્રમણ કરે છે તે જીવો આ ભેદજ્ઞાનના અભાવે કરે છે. અંતર્મુખ થવું તે માત્ર ધર્મ છે. જે વડે ભવમુક્તિ થાય છે.
જ્ઞાન અભ્યાસ વડે આત્મા જ આત્માને છોડાવે છે, અને પરવૃત્તિ વડે આત્મા આત્માને બાંધે છે. પરની આશાનો ત્યાગ કરી જો તું સ્વભાવનો આશ્રયી થાય તો આશા જ તારી દાસી થઈને રહેશે. મોહ-અજ્ઞાન જેવા ચોરો તારા ગુણને લૂંટશે જો તેમનો નાશ કરે તો તે યોગી છું. પુદ્ગલી સર્વ આશાઓથી તું ભિન્ન છું તેમ માનજે. એ સર્વ વિનાશી છે. તું અવિનાશી છું. માટે યોગીએ અધ્યાત્મયોગમાં પ્રમુખ થઈ આત્મસાધનામાં સ્થિર રહેવું. જેથી પૂર્ણ સમાધિદશા પ્રાપ્ત થાય. આવા ભાવોનું સેવન કરે તો આત્મકલ્યાણ થાય.
સમાધિશતક
૨૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org