________________
દોધિક શત કે ઉધ્ધર્યું, તંત્ર સમાધિ વિચાર,
ધરો એહ બુધ કંઠમેં, ભાવ રત્નકો હાર. છંદ-૧૦૦ આ સમાધિશતક રૂપ આત્મહિતકારી દુધારૂપ અક્ષરતંત્રની ગ્રંથસ્થ કરેલી આ રચના છે, તેને હે ભવ્યાત્માઓ તમે કંઠસ્થ કરજો. તેને ભાવરત્નનો હાર જાણી કંઠમાં ધારણ કરજો.
સમાધિતંત્રના ગ્રંથને આ દોષિક છંદ દ્વારા વિસ્તારથી પ્રકાશિત કર્યું છે. તેને આત્મવિચાર યુક્ત હિતકર જાણી ગ્રંથસ્થ થયેલી આ રચનાને કંઠસ્થ કરજો. સ્ત્રીનો કંઠ જેમ રત્નજડિત હારથી શોભે છે
તેમ મનુષ્યનું શીલ આ ભાવરત્નના હારથી શોભે છે, માટે આ સમાધિશતકના છંદને ભાવથી ધારણ કરજો. સમાધિશતકમાં આત્મહિતકારી જે ગુણો છે તે અધ્યાત્મભાવરસિક મુનિઓના હૃદયનો મર્મ છે.
જ્ઞાન વિમાન ચારિત્ર પવી, નંદન સહજ સમાધ, મુનિ સુરપતિ સમતા શચી, રંગે રમે અગાધ. છંદ-૧૦૧
જ્ઞાનરૂપી વિમાન જેનું આસન છે, જેની પાસે શુદ્ધ ચારિત્રનું બળ છે. તેવા નંદનવનરૂપ સહજ સમાધિભવનમાં બિરાજે છે, તે ઇન્દ્ર સમાન મુનિ સમતારૂપી (શચી) ઇન્દ્રાણી સાથે અવ્યાબાધ સુખમાં રમણતા કરે છે.
જ્ઞાન = આત્મજ્ઞાન, વિમાન નિજભવન. ચારિત્ર તે તેમની ઉદાસીનતા, વૈરાગ્યરૂપ ઉત્તમ અવસ્થા છે. એવા મુનિઓને આત્મસ્વરૂપી જે નંદનવન છે, તેમાં સમાધિનું સુખ વર્તે છે. તેની શું ઉપમા આપવી ? જ્યાં ઉપમા વ્યર્થ જાય તેવા મુનિનું સમતારસથી ભરપૂર સુખ છે.
સમતા એ આત્માની શુદ્ધ પરિણતિ છે, તેવી મુનિની અંતરંગ દશા છે. સમતાનું કાર્ય જ પરમતત્ત્વની પ્રાપ્તિનું છે. અનાદિકાળથી વિષમતામાં વર્તી જીવે પરિભ્રમણ કર્યું છે. તેને સમતાએ બળદની જેમ નાથીને નિજઘરમાં મૂક્યો છે.
જ્ઞાનથી તત્ત્વસ્વરૂપનો વિવેક જન્મે છે અને તત્ત્વનો યથાર્થ બોધ થવાથી વૈરાગ્ય પ્રગટે છે. જ્ઞાન-વૈરાગ્ય દ્વારા રાગદ્વેષથી નિવૃત્ત થાય
૨૮૨
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org