________________
ઉદાસીનતા સુરલતા, સમતારસ લ ચાખિ.
પરપેખનમેં મત પરે, નિજમેં ગુણ નિજ રાખિ. છંદ-૯૮
ઉદાસીનતા એ આત્માની ઉચ્ચ દશા છે, તે દશા ઉત્તરોઉત્તર વિકસતી રહે તેવી સુરલતા-વેલડી છે, ઉદાસીનતાને જે સેવે છે તે ઉત્તમ આત્મા આત્મસ્વરૂપના સમતારસને અનુભવે છે, ઉદાસીનતા અધ્યાત્મભાવની જનેતા છે. મુનિઓને માટે પણ એ દશા દુર્લભ છે. પર-પ્રવૃત્તિમાંથી વૃત્તિને ખેંચીને કેવળ નિજ સ્વરૂપમાં સ્થિર કરવી તેવી ઉદાસીનતાનો ભાવ એ વૈરાગ્ય કે અનાસક્તિને અભિપ્રેત છે. તેની ફળશ્રુતિ સમતારસનું અનુપમ સુખ છે.
ઉદાસીનતાની સુરવેલડીનું સુખ, કે સમતારસનો આસ્વાદ જેને પ્રાપ્ત થયો છે તે પરની પ્રવૃત્તિ કે પ્રસંગોની પળોજણમાં પડતો નથી. પરપ્રવૃત્તિમાં વૃત્તિ એ રાગાદિ ભાવની ઉત્તેજના કરે છે. તેથી જ્ઞાની પરપ્રવૃત્તિને ત્યાગીને નિજસ્વરૂપમાં ઉપયોગને સ્થિર કરે છે. જ્ઞાનીને આત્માના જ્ઞાનપ્રકાશની રમણતા જ એવી છે કે તે પર પદાર્થને પરખવામાં પડતા નથી. પોતાના ગુણસ્વરૂપ ચેતનામાં રહેવું તે તેમનું પ્રયોજન છે.
ઉદાસીનતા
શાન ફળ, પરપ્રવૃત્તિ હૈ મોહ,
શુભ જનો સો આદરો, ઉદિત વિવેક પ્રરોહ. છંદ-૯૯
જ્ઞાન વસ્તુસ્વરૂપને જેમ છે તેમ જાણવું. વિકલ્પથી રહિત થવું. સ્વસ્વરૂપમાં ઉપયોગને જોડવો તે જ્ઞાન છે. · સ્વ-પર તત્ત્વને યથાર્થપણે જાણી, તેમાં ઉપાદેય તત્ત્વોને આચરવાં તે આચરણનું ફળ વૈરાગ્ય અને ઉત્કૃષ્ટતાએ ઉદાસીનતા છે. અન્ય પદાર્થ અને અન્ય ભાવથી જ્યારે જીવને ભેદજ્ઞાન થાય છે ત્યારે અનુક્રમે જીવમાં ઉદાસીનતા આવે છે. તે જીવ ઉદયાધીન વર્તવા છતાં ન્યારો રહીને નિજસ્વભાવમાં રહે છે. અર્થાત્ ઉદય કર્મમાં વિવેકથી વર્તવું, પરપ્રવૃત્તિને મોહરૂપે જાણી નિવર્તવું આ બંનેમાંથી ભૂમિકા પ્રમાણે જે યોગ્ય હોય તેને આચરો.
સમાધિશતક
Jain Education International ૧૯
For Private & Personal Use Only
૨૮૧
www.jainelibrary.org