________________
મળ્યા તેમાં પેલી વાસનાના સંસ્કારથી જીવવા લાગ્યો. તે ચેતન હોવા છતાં જડરૂપે વર્તવા લાગ્યો.
વળી, મોહની જીવના વિરુદ્ધની પ્રવૃત્તિ જુઓ. ધન, માલ, ગૃહ, સાધનો વગેરે જડ હોવા છતાં, પોતાની સાથે આવનારા નથી છતાં સાથે લઈ જવાશે ? તેવા ભ્રમમાં અંત સમય સુધી તેમાંથી આત્મબુદ્ધિનો ત્યાગ ન કર્યો.
ધન માન સુત ને દારા સૌએ નષ્ટ છે થનારા સમજે બધા છતાંયે, મનથી ન કોઈ ત્યાગે.
આમાં જીવની અજ્ઞાનવશ ઉત્પન્ન થયેલી મમતા કારણરૂપ છે. આ મમતાનું બીજ વડના ટેટા જેવું છે. ફાલતું ને ફાલતું જ રહે છે. અનેક વડવાઈઓ ઉપજાવતું જ રહે છે. મમતા દુઃખનું નિમિત્ત છે. તેમ જાણી એક વાર સાહસ કરી તેને ત્યજી દે.
मूलं संसारदुःखस्य, देह एवात्मधीस्ततः । त्यकत्वैनां प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रियः ॥१५॥ ભવદુઃખોનું - છોડી,
મૂળ છે દેહાતમથી જેહ: રુક્રેન્દ્રિય બની, અંતરમાંહી પ્રવેશ. ૧૫ અર્થ : દેહમાં આત્મબુદ્ધિ એ જ સંસારનાં દુ:ખોનું કારણ છે. પરંતુ બાહ્ય ઇન્દ્રિયોથી વિરક્ત છે તે પુરુષ દેહભાવ ત્યજીને અંતરાત્મપણાને ભજે છે.
અંતરાત્મપણાનું ભાન થતાં જ જીવની દશા અને દિશા બદલાઈ જાય છે. કરેલી ભૂલ હવે પુનઃ પુનઃ કરતો નથી. તેની પ્રગટ થયેલી શુદ્ધમતિએ તેને જાગ્રત કર્યો છે. તે વિચારે છે કે :
અહો ! આ માયા અને મમતા કેવી છે કે તેના પ્રભાવમાં આવી, મેં નહિ કરવા યોગ્ય માયા-છળ-પ્રપંચ કર્યાં, વિષયોમાં આસક્ત રહ્યો, સંજ્ઞાબળે દેહને મારો માન્યો, આ માયા અને મમતા તો મહા ઠગારી છે. તેણે મને ન ભૂલવાનું ભુલાવી દીધું. આજે મારું અંતર કકળી ઊઠે છે કે અનંતગુણોનો હું સ્વામી કોના પનારે પડ્યો હતો. હવે એ સર્વ પ્રપંચ છોડી મારે સાચું શરણ ગ્રહણ કરવું છે.
સમાધિશતક
Jain Education International
૪
For Private & Personal Use Only
૪૧
www.jainelibrary.org