________________
પ્રવાહની માન્યતા તે મોહ છે.
શરીર અશુચિમય હોવા છતાં જાણે મોટી સંપત્તિ હોય તેમ તેના નામ અને રૂપની પ્રશંસા ઇચ્છે છે, નિરંતર લૌકિક કાર્યો કરીને કીર્તિ મેળવવા ફાંફાં મારે છે. અન્યને ખુશ કરવા, સંતાનો માટે કે પોતાના જીવનની રક્ષા માટે પરિગ્રહ વધારે છે. તેનાથી કંઈ આત્મલાભ નથી પરંતુ તેમાં પોતાની આત્માશક્તિ બ્રાસ પામે છે.
અલ્પજ્ઞજીવો સ્ત્રી, પુત્ર, લક્ષ્મી, આદિ પર પદાર્થોને પોતાના માની, તેને સુખરૂપ માની તેનું સતત ચિંતન કરીને સંસારના વિવિધ તાપોથી તપીને સ્વયં હણાય છે. આ વળગાડ જીવને આજનો નથી, પરંતુ દીર્ઘકાળથી દેહાત્મબુદ્ધિવાળા જીવે મોહવશ ભ્રાંતિથી દેહાદિમાં નિરંતર મનને રોકેલું રાખીને તેની જ ચિંતા સેવી છે એવી સંસારની દેઢતા તેને શુદ્ધઆત્મા પ્રત્યે બાધક થઈ છે.
જ્યાં સુધી જીવને મોહની પ્રબળતા છે. અનંત સંસારની યાત્રા બાકી છે, ત્યાં સુધી દીન એવા જીવને આત્મરુચિ થતી નથી. જેમ અંધ પાસે રૂપ નકામું છે, બહેરા પાસે સંગીત નકામું છે, રેતાળ જમીનમાં ખેતી કરવી નકામી છે, શ્રદ્ધારહિત ધર્મ પરિણામ પામતો નથી, તેમ કષાયી જીવને શુદ્ધ આત્મતત્ત્વની રુચિ થતી નથી. કારણ એ મૂઢ જીવ તો પ્રતિ ક્ષણે પુત્રાદિના સુખની કલ્પનામાં રાચે છે. તેને પોતાની સંપત્તિ માને છે તેથી સુખસ્વરૂપ એવા ચિદાનંદપદની તેને રુચિ થતી નથી.
પુત્રાદિક કી કલ્પના દેહાતમ ભ્રમભૂલ, તાકુ જડ સમ્પત્તિ કહે, હહા મોહપ્રતિકૂલ છંદ-૧૪
ભાવાર્થ : પોતાના દેહને આત્મા માનવાની જે ભ્રમણા હતી તે જ ભૂલની પરંપરા બહિરાત્માના વિકલ્પમાં આગળ વધે છે. પુત્ર, પત્ની, પિતા, માતા આદિ સર્વના દેહને જ આત્મા માને છે. દેહથી ભિન્ન, વિચારોથી ભિન્ન, સંસ્કારોથી ભિન્ન એવા પુત્રોની પોતાપણાની માન્યતા કરી જીવ તેના પ્રત્યે રાગ કરતો જ રહ્યો, ભવાંતરે જતાં પણ એ જ સંસ્કાર લઈને ગયો. ત્યાં પણ દેહાદિને જે સંયોગ
૪૦
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org