________________
તે વિચારે છે, મારી જ અજ્ઞાનતા એ આ સંસારનાં દુઃખોની જડ છે. ઇન્દ્રિયાદિ જડ હોવા છતાં તેમાં જ સુખની કલ્પના કરી ઘણો કાળ વ્યતીત થયો. જગતને રૂડું દેખાડવા અનંતકાળ ગાળ્યો. અંતે હું દુઃખ જ પામ્યો – આમ વિચારી જીવ ઇન્દ્રિયો આદિથી વિરક્ત થઈ દેહભાવ ત્યજી દે છે. પછી જે દેહ બાહ્યસુખના સંસ્કારવાળો હતો તે આત્મસાધનાનું સાધન બની ગયો.
ઔદારિક આદિ પાંચ પ્રકારનાં શરીર ધારણ કરી ફુલાયો અને દુઃખ પામ્યો, માટે હવે દેહ મારો થતો નથી. લક્ષણથી જે ભિન્ન છે એવા દેહને આત્મસાધનામાં લગાવી, જરૂર પડે તો તપાવીને પણ દેહભાવથી અંતરાત્મા મુક્ત થાય છે. તે વિચારે છે કે :
જીવમાત્રને પૂર્વજન્મે ગ્રહણ કરેલાં કર્મો પ્રમાણે નવા નવા જન્મો ધારણ કરવા પડે છે. જે જે જાતિમાં જન્મે છે તે ઈન્દ્રિયોને ગ્રહણ કરે છે. તે ઇન્દ્રિયો તેને સ્પર્શાદિ વિષયો પ્રત્યે મન દ્વારા સંસ્કારવશ આકર્ષણ પેદા કરે છે. તેમાં તેને ઈષ્ટ-અનિષ્ટપણું થાય છે. તે પછી ગમતા પદાર્થો વધુ મેળવવા, મળેલા જાળવવા તે આર્તધ્યાન કરે છે. આમ, કરોળિયાની જેમ પોતે જ જાળું બનાવી ફસાય છે.
આમ, જૂનાં કર્મો ભોગવે નવાં બાંધીને સંસારચક્રને તે ફેરવતો જ રહે છે, અર્થાત્ સ્વયં તે ચક્રમાં ફરે છે. દરેક જન્મે નવાં દેહ-ઇન્દ્રિયોની કર્મઅનુસાર રચના કરે છે. પછી પીંજરામાં પક્ષી પુરાય તેમ બંધનમાં જકડાય છે. પરંતુ જેમ યોગાનુયોગ નિગોદમાંથી નીકળ્યો તેમ યોગાનુયોગ અથડાતો-કુટાતો – નદીકિનારે પડેલા પથ્થરો ઘણા આઘાતથી ગોળ બને છે તેમ તે પણ મનુષ્યાકાર પામ્યો, ત્યાં વળી ભાગ્યોદય થતાં કોઈ જ્ઞાની-સંતપુરુષનો સથવારો મળી ગયો અને વીજળીની જેમ તેના હૃદયમાં ઝબકારો થયો.
સદગુરુએ તેને બોધ આપ્યો કે ભાઈ, તું તો પરમાત્મસ્વરૂપ છે, આ પામરતામાં ક્યાં ફસાયો ? નિગોદમાં સબડતા એવા જીવો ક્રમે કરીને સ્વરૂપને પામ્યા. તું પણ વિચાર કરી જો કે કર્મની ગતિ કેવી વિચિત્ર છે ! તેના પર વિશ્વાસ રાખવા જેવો નથી. ધર્મ ધારણ કરીને મુક્ત થા. એ ધર્મ તને ધારણ કરી દુઃખથી છોડાવશે. ધર્મ
નો સથવારો પાયો, ત્યાં
છે સદગુરુએ તેમના હૃદયમાં
૪૨ Jain Education International
આતમ ઝંખે છુટકારો
For Private & Personal Use Only
www.jainelibrary.org