________________
સાધકની પરિણતિ આત્મદશામાં લીન થાય છે. તે સમાધિયોગ છે. સમાધિયોગ રૂપી સ્થિરતા આત્મસ્વરૂપ-પ્રકાશક બને છે અર્થાત વાણી સાથે વાસ્તવમાં ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં સાધક ઊર્ધ્વતા પામે છે, પરમાત્મસ્વરૂપ બને છે.
ઇન્દ્રિયોના સંયમ પછી ચિત્તવૃત્તિઓની ચંચળતા શમે છે ત્યારે વાણીનો સંયમ થાય છે. સૃષ્ટિમાં વાણીનું પણ પ્રભુત્વ છે. માનવજીવનમાં શબ્દોચાર-વાણી એ વ્યવહારનું સાધન છે. તે વાણી કે જે બહારમાં કોઈની સાથેના વ્યવહાર માટે વપરાય છે તે બાહ્ય વાચા છે. જો જીવમાં સમ્યગૂ સમજ નથી તો તે મોટા ભાગના જીવો તો વાણીનો દુર્વ્યય કરે છે. આવી બાહ્ય વાચાના કારણરૂપ સંજ્ઞીજીવો મનોવર્ગણા ગ્રહણ કરી જે મનરૂપે પરિણાવે છે તેમાં જે માનસિક વિચાર છે તે અંતર વચનરચના રૂપે છે.
જેમ કે, જીવ મનમાં સંકલ્પ-વિકલ્પ કરે છે કે હું હવે પછી આ કામ કરીશ, વ્યાપારમાં આમ કરીશ, કોઈની સાથે આ પ્રમાણે વાત કરીશ, જો વધુ કમાઈશ તો આમ કરીશ, શાસ્ત્રવાચન કરીને પછી લોકોને આમ સમજાવીશ – વગેરે અંતર્વાચા છે. આ અંતર્વાચાનો પ્રવાહ નદીના વહેણ જેવો છે; વહ્યા જ કરે છે. બાહ્ય વાચા અટકે ત્યારે પણ અંતર્વાચા તો વિકલ્પ રૂપે વહ્યા જ કરે છે. તેમાં ભળેલા શુભાશુભ ભાવ પ્રમાણે જીવ કર્મબંધન કરે છે. આથી સાધક બાહ્ય વાચાને ત્યજીને પછી અંતર્વાચાનો પણ વિરોધ કરે છે. ત્યારપછી આત્મા-પરમાત્મપણે દીપકની જેમ પ્રગટે છે.
યોગ મોક્ષમાર્ગમાં જોડતાં પોતાનાં શુદ્ધ પરિણામ છે. સાધક અપૂર્ણ કામ કરી જપતો નથી. પવન પડી જાય તેમ તેની સાધના મુકાઈ જતી નથી. દેહમાં જ રહેલા અંતરાત્માના અવાજે તેને જગાડી દીધો છે. ઘોર નિદ્રામાં સૂતેલો પેલો જાગતો છતાં ઊંઘતો બહિરાત્મા હવે અદશ્ય થયો છે. અંતરાત્મા શ્વાસે શ્વાસે, પળેપળે પેલા પરમાત્મ સ્વરૂપ તરફ ધસી રહ્યો છે.
તે હવે દેહાદિક વાસનાના વહેણથી મુક્ત છે. કેવળ જ્ઞાનાદિગુણ પ્રત્યે જ તેનું પરાક્રમ તે યોજે છે. સમાધિયુક્ત દશામાં તે રત છે.
સમાધિશતક
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org