________________
ઉન્મત્તપણું સેવી હું મારા શુદ્ધ સ્વરૂપથી ચુત થયો હતો, કષાયો દ્વારા પતિત થયો. હું ક્રોધથી ધમધમતો, મોહની જાળમાં ફસાયેલો મારા શુદ્ધ ગુણને જાણી જ ન શક્યો, અને તેમાં મેં કંઈ બે-ચાર દિવસ, બે-પાંચ વર્ષ, બે-ત્રણ જન્મ જ ગાળ્યા છે એવું નથી; ભાન-ભૂલેલો હું અનંતકાળમાં અનંતજન્મો લઈ ભૂલ્યો, ચારે ગતિમાં રખડ્યો. પરંતુ કોઈ સતદેવાદિની કૃપાએ મને અંશે પણ સ્વરૂપનું ભાન થતાં હું જાગ્રત થયો અને સમજાયું કે આત્મતત્ત્વ પૂર્ણ આનંદસ્વરૂપ છે.
एवं त्यक्त्वा बहिर्वाचं, त्यजेदन्तरशेषतः।
एष योगः समासेन, प्रदीपः परमात्मनः ॥१७॥ બહિર્વચનને છોડીને, અંતર્વચ સૌ છોડ; સંક્ષેપે પરમાત્માનો દ્યોતક છે આ યોગ. ૧૭
અર્થ : બાહ્ય વાણીના વ્યાપારનો ત્યાગ કરી પછી શેષ રહેલો અંતરંગ વાણીના વ્યાપારને ત્યાગ કરે તેવો સંક્ષેપથી પરમાત્માનો દીપક સમાન યોગ છે.
બહિરાત્મ દૃષ્ટિથી જીવ જ્યારે અંતર્દૃષ્ટિ પ્રત્યે વળી અંતરાત્માને ધ્યાવે છે ત્યારે તેનાં વાણી-વર્તન પણ બદલાઈ જાય છે. હમણાં સુધી તો પદાર્થોને મારા કહેતો હતો, મારું કહેતો હતો. હવે “ન મારું' કહે છે. પ્રથમ તે સ્ત્રી, પુત્ર, ધન આદિ વિશે કંઈક ને કંઈક ઉચ્ચાર કર્યા કરતો હતો. હું દુઃખી, હું સુખી, હું ધનવાન, હું રૂપવાન” વગેરે વચનને તેણે શમાવી દીધાં છે. ત્યાર પછી તે વચનના જે સંસ્કારો હતા, જે અંતરમાં ઘૂંટાતા હતા તે પણ હવે અશેષ થયા છે.
અંતરાત્માના તાત્ત્વિક વેદનવાળો સાધક હવે તુચ્છ વચનયોગને સેલતો નથી જેના દ્વારા અહં અને મમત્વનું સેવન થાય તેવી વાચાને ઉચ્ચારતો નથી અને માનસિક સંકલ્પો પણ તે તે પદાર્થોને વિશે કરતો નથી.
આમ, બાહ્ય વાચા અને અંતરંગ સંકલ્પોના શમી જવાથી
४४
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only