________________
અને શ્રાવક જીવનને યોગ્ય ભૂમિકા પ્રમાણે નિશ્ચય વ્યવહારની ગૌણતા મુખ્યતાથી ઉપદેશ આપે છે.
ગૃહસ્થજીવનમાં જ્યાં પાપોનું સેવન થયા કરે છે પરિગ્રહાદિનો સંબંધ છે તેને આવશ્યક ક્રિયા અને દાનાદિ ધર્મોનો ઉપદેશ આપે છે. અનુક્રમે દેશવિરતિ અને સર્વવિરતિ લોકોત્તર ધર્મમાં તે જોડાય છે, તે યોગ છે.
યોગ = વિશિષ્ટ એવો ધર્મયુક્ત સ્વાભાવિક પરિણામ.
સમ્યકત્વ રહિત વ્રતાદિ કે ક્ષમાદિ ગુણોથી આત્મિક લાભ થતો નથી. પરંતુ જ્યારે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે ત્યારે તેના પ્રભાવથી જ્ઞાન-ચારિત્રનો જે યોગ થાય છે તે આત્માને મોક્ષના પ્રયોજનભૂત યોગ છે. અર્થાત્ રત્નત્રયીનું આત્મામાં પ્રગટવું તે નિશ્ચયથી યોગ છે.
સત્ ક્રિયાની પ્રવૃત્તિ અને અસત્ ક્રિયાની નિવૃત્તિ થાય તેવા પરિણામ તે અધ્યાત્મયોગ છે. આ અધ્યાત્મ મોહનો નાશ કરે છે.
રત્નત્રયીનાં જે નિમિત્તો છે ગુરુવિનયાદિ તથા શાસ્ત્રશ્રવણ, સંયમાદિ સાથે આત્માનો યોગ થવો તે વ્યવહારનયથી યોગ છે. આ યોગનો વિકાસક્રમ સધાયા પછી જીવ અયોગી બને છે. સાધકોની પાત્રતા પ્રમાણે યોગ સિદ્ધ થાય છે. (૧) અપુનબંધક, (૨) ગ્રંથિભેદ (૩) સમ્યકત્વ પ્રાપ્તિ (૪) દેશવિરતિ (પ) સર્વવિરતિ ચારિત્ર (૬) ક્ષપક શ્રેણી (૭) વિતરાગ અવસ્થા (૮) કેવળજ્ઞાન (૯) અયોગી અવસ્થા. અયોગી અવસ્થા પછી કોઈ યોગ વિશેષની આવશ્યકતા નથી. ત્યાં સુધી યોગનો આવો ક્રમ હોય છે. - યોગીની નિષ્ક્રિયતા જ સક્રિય છે. યોગી જીવનની શુદ્ધતાનો સ્રોત જગતના જીવોને અદશ્યપણે ઉપકારક થાય છે. તેમની ઉપસ્થિતિ જીવોને શાંતિ આપે છે, તેમની દૃષ્ટિમાંથી કરુણાની વૃષ્ટિ થતાં જીવોના શોક સંતાપ શમે છે. તેમની વાણી સમતા રસભર હોવાથી તેમનો બોધ જીવોને સંસારસમુદ્ર તરવાની નાવરૂપ બને છે. ભાવ જેટલો શુદ્ધ, વધુ સૂક્ષ્મ તેટલું યોગીનું યોગબળ પ્રગટ થાય છે. અને જેણે સંસારત્યાગ કર્યો છે તેને તો પ્રથમથી મહાવ્રતાદિ, ઉત્તમ યતિધર્મ,
સમાધિશતક
ર૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org