________________
અને સત્ ક્રિયાનું આલંબન ઉપદેશે છે.
ગુણ શ્રેણીએ આરૂઢ મુનિને ધર્મસંન્યાસ હોય છે, અથાત ક્ષમાદિનો વિકલ્પ કે બાહ્ય ક્રિયા હોતી નથી. અંતરંગની શુદ્ધિ અને ઉપયોગ સ્થિરતા માટે દ્રવ્યાદિનું સૂક્ષ્મ ચિંતન હોય છે. ઘાતિકર્મનો નાશ થતાં કેવળજ્ઞાન પ્રગટે છે. તે સયોગી કેવળીને ઈર્યાપથક્રિયા હોય છે. આયુષ્ય પૂર્ણ થવા સમયે યોગનિરોધ કરી તે ક્રિયાથી પણ વિરમે છે. અને સર્વથા સર્વ ક્રિયાથી મુક્ત થાય છે.
જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી મનાદિ યોગ છે, યોગને આધારે ક્રિયા છે. સયોગી અવસ્થામાં ક્રિયામુક્તિ નથી. ક્રિયા બદલાય છે. અસત્-બાહ્ય ક્રિયા છૂટી સત્ ક્રિયા-અંતરંગ શુદ્ધિની ક્રિયા હોય છે. તે અવસ્થા પણ સહજ બને છે. એથી જ્ઞાન ક્રિયા ત્યાં મુક્તિની યુક્તિ ગ્રંથકારે જણાવી છે.
સંસારી જીવ કાંઈ શ્રેણીની અવસ્થાવાળો નથી. વળી એ અવસ્થા અંતમુહૂર્તની છે, અને સંસારીનું જીવન તો આયુષ્યને આધીન છે. અર્થાત્ સમયયોજિત છે. તેથી સંસારી જીવને અસત્ ક્રિયાથી બચવા સત્ ક્રિયાનો આશ્રય લેવાનો છે, એ સત્ ક્રિયા પણ ભૂમિકા પ્રમાણે શુભયોગવાળી હોય છે. પરંતુ તેનું લક્ષ્ય સમ્યમ્ દર્શનાદિ પરિણામવાળું છે તેથી તેની શુભક્રિયા પણ તેને આગળને માર્ગે જવા સહાયક છે. અનાદિનું અશુભ છૂટવાનું જ્યાં સામર્થ્ય આવ્યું તેવા સાધકને શુભ છૂટવાનું સામર્થ્ય હોય છે, તેવાં દૃષ્ટાન્તો આપણે જાણીએ છીએ. શુદ્ધના પક્ષનો શુભભાવ કે ક્રિયા જીવને મોક્ષમાર્ગનો ભોમિયો બને છે. કારણકે તે સાધકને ભેદજ્ઞાન વડે વસ્તુના સ્વરૂપનો દઢ નિર્ણય હોય છે. તેથી જ્યાં જે અવસ્થામાં જે ઉચિત છે તે આદરે છે.
ઇચ્છા શાસ્ત્ર સમર્થના ત્રિવિધ યોગ છે સાર, ઇચ્છા નિજ શક્તિ કરી, વિકલ યોગ વ્યવહાર. છંદ-૯૨
આત્મ સન્મુખ થયેલા પરિણામ તે યોગ છે, તેના અભ્યાસરૂપ ક્રિયા મોક્ષસાધક છે. યોગ અસંખ્ય ભેટવાળા છે.
મન વચન કાયાના યોગ છે. જે જીવની ફુરણાથી પ્રવૃત્તિમાન
૨૬
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org