________________
થાય છે, પરંતુ તે યોગાશ્રવ છે.
પાતંજલ યોગશાસ્ત્રમાં યમનિયમાદિ અષ્ટાંગયોગનો ક્રમિક વિકાસ આપ્યો છે. તે સમાધિ સુધી લઈ જાય છે.
મોક્ષને પ્રયોજનભૂત અહિંસાદિ, સમિતિ આદિ ક્રિયાને ક્રિયાયોગ કહ્યો છે.
સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ જે પરિણામ તે સાધનયોગ છે, આત્માની નજીક લઈ જતાં પરિણામ તે આધ્યાત્મિક યોગ છે.
આ છંદમાં ગ્રંથકાર ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગને મંદિર ઉપરના કળશની જેમ શ્રેષ્ઠ કહે છે.
ઇચ્છાયોગ : ધર્મમાર્ગમાં પ્રવર્તવાની રુચિ થવી. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી શ્રુતનું જ્ઞાન રુચે છે, મોક્ષ અભિલાષી થયો છે. ભલે તેની ધર્મક્રિયા ત્રુટિવાળી હોય તો પણ તે તરવાને કામી છે.
શાસ્ત્રયોગ : ધર્મશાસ્ત્રના સૂત્રાર્થને શ્રદ્ધાપૂર્વક જાણનાર કથન કરનાર છે, જ્ઞાનઆરાધનના દોષને જાણે અને તે દૂર કરવાના પ્રયત્નવાળો છે. આગમ-જિનવાણીની પ્રતીતિવાળો નિઃસંશય છે.
સામર્થ્યયોગ : શાસ્ત્રમાં સ્વરૂપના કથનની મર્યાદા હોય છે. કારણ કે જે અનુભવજ્ઞાન છે તે વચનાતીત છે. એટલે કથંચિત જે કથનો શાસ્ત્રોમાં ન આવતાં હોય પણ સામર્થ્યયોગીને અનુભવમાં આવે. આ યોગો ગુણસ્થાનકની ભૂમિકા પ્રમાણે હોય છે.
શાસ્ત્રયોગ ગુણ ઠાણકો, પૂરન વિધિ આચાર,
પદ અતીત અનુભવ કહ્યો, યોગ તૃતીય વિચાર. છંદ-૩ શાસ્ત્રયોગ ચોથા ગુણસ્થાનકેથી પ્રારંભ થાય છે. તેનો આચાર નિરતિચાર નથી. ત્રુટિવાળો છે, પરંતુ તે તૂટીને દૂર કરવાના ઉદ્યમવાળો છે. તેથી ઇચ્છાયોગીમાં જ્યારે બોધનું પરિણમન થાય છે ત્યારે તે શાસ્ત્રયોગને પાત્ર થાય છે. તે છઠ્ઠ તથા સાતમું ગુણસ્થાનક પ્રાયઃ હોય છે ત્યાર પછી જ્યારે ગુણ શ્રેણિએ આરૂઢ થાય છે ત્યારે આચારથી પર હોય છે. ધર્મસંન્યાસ નામનો યોગ હોય છે. જે કહી શકાય નહિ તેવી અનુભવગોચર અવસ્થા છે, તે સામર્થ્યયોગ
સમાધિશતક
૨eo :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org