________________
છે. તે યોગી ક્રમે કરીને સર્વજ્ઞ પદની પ્રાપ્તિ કરે છે.
રહે યથાબલ યોગમેં ગહે સકલ નય સાર,
ભાવે જૈનતા સો લહૈ, ચહૈ ન મિથ્યા ચાર. છંદ-૯૪
અર્થ : અગાઉ જણાવેલી પોતાની ભૂમિકા અનુસાર યોગસાધના કરે તે સકળ નયનો સાર ગ્રહણ કરે છે, જેને ભાવથી જૈનપણું છે તે મિથ્યાચારને સેવતો નથી.
પૂર્વભૂમિકામાં દઢ થયો ન હોય અને પોતે આગળના યોગમાં છે તેવી કલ્પના કરે, તો તે ભ્રમિત થાય છે, જેમકે જ્ઞાનાવરણીયના લયોપશમથી કંઈ શાસ્ત્રાર્થ જાણતો હોય, વળી તે શાસ્ત્રની વિશેષ ભાવના કરતો હોય પરંતુ હજી તે શાસ્ત્રનો મર્મ તેને બોધરૂપે પરિણમ્યો ન હોય અને કેવળ વાદ માટે જ તેનો ઉપયોગ કરે તો તે યથાર્થ ન કહેવાય, પણ ગુરુગમથી શાસ્ત્રાર્થને જાણીને યથાશક્તિ યોગમાં આગળ વધે તો તે સામર્થ્ય યોગીને સકલ નયનો સાર ગ્રહણ થાય છે, તેને ભાવથી અર્થાત્ વાસ્તવિક જૈનપણું હોય છે, તે ક્યારે પણ મિથ્યાચાર સેવતો નથી.
આનંદઘનજીએ કહ્યું છે કે નામ અધ્યાત્મ, ઠાણ અધ્યાત્મ, અને દ્રવ્ય અધ્યાત્મને જાણી લીધા હવે ત્યાં અટકો નહિ, તે ત્રણ પ્રકાર અધ્યાત્મ માટે પૂર્વઅવસ્થા છે, માટે તે ત્રણેને છોડીને હવે ભાવ અધ્યાત્મને ગ્રહણ કરો, મોહાદિ ભાવોનો ત્યાગ કરી વીતરાગ પરિણતિમાં દેઢ થવું.
રાગદ્વેષ જીતવા જેવા છે. એમ કહેવું તે નામ માત્ર જૈન છે, રાગાદિ છોડવાથી કેવો લાભ થાય તેમ કહેવું ઠાણ (સ્થાપના) જૈન છે, રાગાદિ છોડવાથી કોઈ જીવો તરી ગયા તેમ કહેવું તે દ્રવ્ય અધ્યાત્મ છે, અને રાગાદિનો ત્યાગ કરી સ્વયં વૈરાગ્ય પામવો તે ભાવ જૈનપણું છે.
માટે પોતાની યોગમાર્ગની જેવી પાત્રતા છે તે પ્રમાણે આગળ વધતો રહે તે સર્વજ્ઞાનના સારને ગ્રહણ કરી લે છે, તે સાધક ભાવલિંગીની જેમ ભાવ જૈનપણું પાળીને મિથ્યાચારને ત્યજી સમ્ય
Do૮
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org