________________
જ ગીત ગાયા કર.
કદાચ તું આ જગતમાં દોડાદોડ કરીને ઘણું ધન કમાઈશ અને તેની કથા કરીશ, તો પણ તે તને આત્મહિત નહિ કરે. તને કદાચ ઘર, પરિવારની કથા ન છૂટે ત્યારે તું વિચાર કરજે, આ તો પંખીના માળા જેવું છે. સૌએ છૂટા પડવાનું છે માટે મારે એમની કથા શી કરવી ? મારે તો એક જ રટણ કે ‘સચ્ચિદાનંદ...સચ્ચિદાનંદ.’
રાગાદિભાવથી પ્રેરાયેલો તું તેની જ કથા કરે છે અને અન્યને પણ રાગાદિભાવ કરાવે છે. તું મુખથી બોલે છે કે એ સૌ મારા છે અને હું તેઓનો છું. પણ તારા હૃદયને પૂછ તો ખરો કે તેં એવું જોયું છે કે ચિરવિદાય લેનારાને તું રાખી શક્યો હોય ? કે તને તે સાથે લઈ જઈ શક્યા હોય ? જો એવું નથી બનતું તો પછી હવે ‘મારા-તારાનું' રટણ છોડ અને એક જ શબ્દ બોલ્યા
કર –
સહજાત્મસ્વરૂપ... સહજાત્મસ્વરૂપ.
જો એક વાર આ દૃઢ નિર્ણય થયો કે હા, વાત તો સાચી છે કે હું દેહાદિ સ્વરૂપ નથી; શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. છતાં તને સાધકઅવસ્થામાં મૂંઝવણ આવશે. અને વળી પરકથામાં ચિત્ત જશે, ત્યારે તું કોઈ અનુભવી જ્ઞાની સંત પાસે દોડી જજે અને આત્મલક્ષ્યની પૃચ્છા કરજે.
ભગવંત્ ! હું કોણ છું ? મારું સ્વરૂપ શું છે ? મારે મને જ પામવો છે. આ દોડાદોડ સમાવવી છે. આવા પ્રાણપ્રશ્નો ઊઠે ત્યારે તને પરમતત્ત્વની પ્રાપ્તિ થશે.
-
ભાઈ ! જ્ઞાનસ્વરૂપ એ તો અચિંત્ય શક્તિ છે. એ અવ્યક્ત, અવાચ્ય અને અદ્ભુત રહસ્ય છે. તે તને અનુભવી પાસેથી મળશે. જ્યાં મતિની ગતિ નથી એવું અંતિમ સ્થાન છે, જ્યાંથી પાછા ફરવાનું નથી. અનંતકાળ કેવળ જ્યાં સુખ જ છે, દીર્ઘકાળની દુ:ખદ યાત્રા અહીં સમાપ્ત થાય છે. સ્થળ-કાળથી અબાધિત કોઈ પણ સાધક પહોંચી શકે તેવું આ અંતરનું સ્થાન છે. તેની પ્રાપ્તિ માટે જ્યારે
આતમ ઝંખે છુટકારો
૧૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org