________________
અવિદ્યાનો નાશ થઈ, તું સ્વયં આનંદસ્વરૂપે પ્રગટ થાય છે.
સો કહીએ સો પૂછીએ, તામે ધરિયે રંગ; યા તે મટે અબોધતા બોધ રૂપ હૈચંગ. છંદ-૪૯ પ્રથમ તું થોડા દિવસ અભ્યાસ કર કે મારે કથન કરવું તો આત્મા વિશે કરવું. કદાચ મને સાંસારિક જીવો મળે ત્યારે બોલવાનો પ્રસંગ આવે ત્યારે હું આત્મા વિશે બોલીશ અથવા મૌન રહીશ, અગર ક્રમે કરીને તેમનો સંગ છોડીશ. હવે આ જન્મમાં મારે આત્માની જ કથા કરી આત્મત્વની પ્રાપ્તિ કરવી છે. આવા દેઢ સંકલ્પબળ સિવાય વિસ્મરણ થયેલો આત્મા કેમ પ્રાપ્ત થશે ?
રોમે રોમે એનું જ રટણ, “સોહં “સોહં થશે ત્યારે વાણી લય પામશે. અને અંતરકલ્પમાં પણ એ એક જ ભાવ સ્થિર થશે - હું શુદ્ધાત્મા છું. ખાતાં-પીતાં, જાગતાં-ઊંઘતાં, દિવસે-રાત્રે, એક જ કથા, આત્મા-આત્મા-આત્મા છું. અજ્ઞાન ટળવાનો આ ઉપાય છે. સમજણની નીપજ છે. જ્ઞાનીઓ બોધ પામીને જ સમર્થ થયા છે. પોતાના જ પરિચયની કથા છે. માટે એને વિશે જ બોલવું : અદ્દભુત છે.”
ભાઈ ! તારી આ એક એક પળ લાખની જાય છે ત્યાં તું પારકી પંચાત શા માટે કરે છે ? એક જ વાત જપી લે “સોહ સોહં' આ જિંદગી ચાર દિવસના ચમકારા જેવી છે. તું ગમે તેટલી સંસારની કથા કરે પણ તેનાથી કંઈ લાભ નથી. માટે એક આત્માને જ ભજી લે અને તેનો જ મહિમા માણી લે.
જીવનમાં અણમોલી આ તક મળી છે. માટે અંતરના પડળને ખોલી નાખ અને બોલી કે સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ છું. સદ્ગુરુઓ તને સૂતાને જગાડે છે કે ભાઈ ! આયુષ્ય પૂરું થાય તે પહેલાં આત્માને અત્યંત પ્રેમે ભજી લે. તેનાં જ ગીતો ગાયા કર.
માયિક જગતના સુખોને તે પોતાનાં માનીને તેનાં ગીત ગાયા કરે છે, પરંતુ એ તારી અવિદ્યા છે. તારા મનની એ મિથ્યા ભ્રાંતિ છે. તેને દૂર કરવાનો આ અવસર છે માટે તું એ અચિંત્ય આત્માનાં
સમાધિશતક
૧૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org