________________
જરૂર પૂછજે, તો તને સમાધાન મળશે. તે સિવાય તારો કે અન્યનો સમય વ્યર્થ ના ગુમાવીશ. માટે જેનાથી તારા આત્માને લાભ છે તેવું બોલજે. તેવા પ્રશ્નો પૂછજે, અને તેને જ ધારણ કરજે, તો તારી દીર્ધકાળની અબોધતા ટળશે અને તું સ્વયં ચિદાનંદસ્વરૂપને પ્રાપ્ત કરીશ.
પરની પંચાત છોડ, પરની દીનતા છોડ. આ આત્મ સમાન કંઈ બોલવા કે પૂછવા જેવું જગતમાં કોઈ તત્ત્વ છે જ નહિ. આ જીવન પૂરું થાય તે પહેલાં આત્માને જાગ્રત કરી લે. ધારણ કરી લે. તો તું સ્વ-સ્વરૂપે પ્રગટ થઈ પરમાનંદને પામીશ.
અનાદિકાળથી જીવસ્વરૂપની ભ્રાંતિને કારણે જીવ આવાં મહામૂલા માનવદેહમાં રહેલી અદ્ભુત વિચારસહિત મળેલી વાચાને વ્યર્થ વેડફે છે. “હું ને મારું'નું રટણ કે કથન કરવામાં આયુષ્ય વ્યતીત કરે છે. અને તેને ભૌતિક જગતના દેહાદિના વર્ણન કરવાના વિષયો પણ કેટલા મળે છે ? પદાર્થવિજ્ઞાનના વિકાસમાં તેણે કોઈ ધાડ મારી નથી કે કોઈ શોધ કરી નથી પણ આખો દિવસ તેની કથા કરવામાં થાકતો નથી.
ધર્મક્ષેત્રે આવ્યો તો શાસ્ત્રની સ્મૃતિ દ્વારા કેવળ વાચાળતાને પ્રગટ કરશે તે આત્મતત્ત્વ વિશેના અનુભવનું કથન શું કરે ?
જો કોઈ પ્રશ્ન ઊઠશે તો તે પણ પારકી પંચાતમાં પડવા જેવો હશે. કોણ ક્યાં છે અને શું કરે છે ? જેની સાથે કોઈ મેળ નથી - તેને વિશે જાણવાની ઉત્કંઠા સેવે છે.
વળી, તેની ઈચ્છાઓનો તો પાર નથી. જિંદગી તો અલ્પ છે. આયુષ્ય અનિયત છે. પણ ઇચ્છાઓ તો અપાર છે. ત્યાં તેને માત્ર આત્મા પામવાની ઇચ્છા ક્યાંથી ઊઠે ?
પરંતુ જ્ઞાની કહે છે ભાઈ, એ સર્વ મિથ્યા છે, નષ્ટ થવાવાળું છે, તેની કાથાવાર્તા કરવી તે અજ્ઞાન છે, તેની ઇચ્છાઓ કરવી તે મિથ્યાત્વ છે. તેમાં આસક્ત રહેવું તે અબોધતા છે. તે જડ પદાર્થોને સેવવા તે જડતા છે. પરંતુ તે આત્માને જ ધ્યાવે તો તે સર્વ
૧૪૬
આતમ ઝખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org