________________
ભય પામે છે.
દેહમાં જેને મમત્વથી એકત્વ થયું છે તેવા દેહાત્મ-બુદ્ધિવાળો પોતાના દેહનો વિયોગ થશે પોતાનું મરણ થશે તેથી કલ્પનામાત્રથી ભય પામે છે. આ ભવનું વર્તમાન જગત તેને જ્ઞાત છે, મરણ પછી ક્યાં જવાનું થશે તે એ જાણતો નથી. તેથી પોતાનું જેને માન્યું છે તે છોડી દેવું પડશે તેનો ભય તેને સતાવે છે. અને નવો જન્મ ક્યાં થશે તે ખબર ન હોવાથી મૃત્યુથી તે ભય પામે છે.
વળી સ્ત્રી, પુત્ર કે મિત્રાદિ કોઈનું મરણ થશે તેવું જાણીને તેના વિયોગે પોતાનું શું થશે ? તેવી કલ્પના કરીને પણ તે જીવ ભય પામે છે. અજ્ઞાનવશ જીવ અનેક પ્રકારના ભયથી ગ્રસિત છે. તેમાં મૃત્યુનો ભય જીવને વધુ પીડાકારી છે. આ જગતમાં મારા કરેલા સર્વ પદાર્થોને ત્યજી દેવા પડશે તેની મૂંઝવણ જીવ વધુ અનુભવે છે. તીર્થંકરાદિ સર્વેને માટે આ કાળનો નિયમ અબાધિત છે. ઋષભદેવાદિ યોગીઓ પણ એ દેહને બચાવી શક્યા નથી. તેમણે તેવો વ્યર્થ પ્રયત્ન કર્યો નથી. પરંતુ જ્યાં સુધી આત્મા દેહમાં હતો ત્યાં સુધી તેની સાથેનું મમત્વ છેદી, સમત્વ ધારણ કર્યું અને કાળનો પરાજય કરી નિર્વાણ પામ્યા.
સામાન્ય જંતુથી માંડીને હાથી જેવાં મહાકાય પ્રાણીઓ કે દરિદ્રીથી માંડીને મોટા સમ્રાટો કે ઇન્દ્રોને પણ આયુષ્યકર્મ પૂરું થયે કાળ જીવને બળદની જેમ નાથીને સમયસર લઈ જાય છે. આંખની પલક જેવા સમયનો પણ તેમાં ફેરફાર કરી શકાતો નથી. ગમે તેવું મૂલ્ય આપીને પણ કાળને પાછો રવાના કરી શકાતો નથી. જો કે મૃત્યુથી ભય પામેલા છતાં જીવો સંસારના પ્રવાહમાં જાણે નિર્ભય થઈને જીવતા હોય તેવું જણાય છે. અગર તો પોતાને અમર જાણીને જીવે છે.
સમસ્ત વિશ્વનાં પ્રાણીમાત્ર મરણ પાસે અશરણ છે, તેમાં તું ગમે તેટલું રક્ષણ કરે તો પણ કાળથી બચી શકવાનો નથી. પોતાના જ ભુજબળે મેળવેલી છ ખંડની પૃથ્વીનો કોઈ ભાગ જીવને બચાવી શકતો નથી. હજારો શસ્ત્રોથી સજ્જ આયુધશાળાનું એક ચક્રરત્ન પણ
સમાધિશતક
૧૯o.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org