________________
જે ભવ્યાત્મા સ્વસમ્મુખ થાય છે તે સ્વયં શિવપદને પ્રાપ્ત કરે છે. માટે આત્મા જ આત્માનો ગુરુ છે, બીજો કોઈ ગુરુ નથી.
આત્મા સ્વયં શિવસ્વરૂપે છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે છે, તેને કયા ગુરુની જરૂર હોય ? સંસારમાં ધનાઢ્ય ગૃહસ્થને કોના ધનની જરૂર હોય ? જેની પોતાની પાસે અઢળક અલંકાર છે તેને શુભ પ્રસંગે અન્યના અલંકારની જરૂર પડતી નથી. જેને પોતાના આત્માના ઐશ્વર્યનું ભાન છે તેને બહાર ગુરુ શોધવાની જરૂર નથી.
બોધસ્વરૂપ આત્મા જ્યારે સ્વયં બોધ પામતો નથી ત્યારે તેને બહાર સદ્દગુરુની આવશ્યકતા રહે છે. પરંતુ જેમ કોઈ શિલ્પકાર પોતે વિદ્યા સાધ્ય કરી લે છે, ત્યારે પોતે જ મહાન શિલ્પી બને છે. તેમ જીવ જ્યારે સ્વયં બોધ પામે છે ત્યારે પોતાનો ગુરુ બને છે. તેને અન્ય ગુરુની જરૂર પડતી નથી.
સગુરુયોગે જ્ઞાનની પ્રાપ્તિ થતાં ભવ્યાત્મા સ્વસમ્મુખ થાય છે ત્યારે પોતાની જ આત્મફુરણા તેનો ગુરુ રહે છે. તેવો જીવનમુક્ત પુરુષ જ્ઞાનસ્વરૂપે સુખને અનુભવે છે. સત્ પુરુષાર્થ વડે પૂર્વકર્મોને નષ્ટ કરી શિવપદને પામવા માટે આત્મવિકાસનો સતત પુરુષાર્થ કરે છે.
જ્યાં સુધી આત્માને પોતાની અનંત શક્તિનું સામર્થ્ય આવતું નથી, ત્યાં સુધી તે કષાયજનિત લેશ્યાઓ પર સંયમ મેળવતો નથી, ત્યારે પોતે સંસારનાં દુઃખ પામે છે. પરંતુ જ્યારે તેને આત્મસ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે તે સ્વયં સ્વભાવસમ્મુખ થઈ સત્ પુરુષાર્થ આદરે છે ત્યારે રાગાદિભાવથી મુક્ત થઈ પરમપદને પામે છે.
दृढात्मबुद्धिर्देहादाबुत्पश्यन्नाशमात्मनः। मित्रादिभिर्वियोगं च, बिभेति मरणाद् भृशम् ॥७६॥ દેખી લય પોતાતણો, વળી મિત્રાદિવિયોગ, દઢ દેહાતમબુદ્ધિને મરણભીતિ બહુ હોય. ૭૬
અર્થ: પોતાના દેહમાં દઢ બુદ્ધિવાળો પોતાના શરીરના-નાશને (મરણને, જાણીને તથા મિત્રાદિના મરણથી થતા વિયોગને જાણીને
૧૯૬
આતમ ઝંખે છુટકારો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org