________________
ચક્રવર્તીને કાળથી છોડાવી શક્યું નથી અને વનમાં થતી સઘળી ઔષધિ ચૂર્ણ પણ મૃત્યુથી જીવને રક્ષણ આપી શક્યું નથી. વૈદ્યો હકીમો પણ જ્યાં હાર પામ્યા છે ત્યાં આ કાળને સૌ આધીન છે. અરે સ્વયં વૈદ્યો હકીમો પણ કાળને ઝપાટે ચડી ગયા છે.
ડાભની અણી પર રહેલા ઝાકળના બિંદુના જેવું જીવનું આયુષ્ય છે. જળમાં ઊઠતા પરપોટા જેવા આયુષ્યનો ભરોસો વ્યર્થ છે. શ્વાસે-શ્વાસે ક્ષીણ થતાં આયુષ્યને ધન, ઔષધિ કે સૈન્ય જેવા સાધનથી બાંધી શકાતું નથી. આ વિશ્વના દરેક ખૂણે સર્વત્ર કાળનું સામ્રાજ્ય પ્રવર્તે છે, ત્યાં ભાઈ ! તું ક્યાં જઈને છુપાઈશ ?
જ્યારે કોઈનું મરણ સાંભળે છે કે જુએ છે ત્યારે જીવ ઘડીભર ભય પામે છે. પરંતુ વળી પાછો દેહાભિમાની થઈને ફરે છે. જે દેહ પર તું ભરોસો રાખે છે તે તો પાતળા કાચની બરણી જેવો છે, જરા આંચકો લાગ્યો કે બરણીના ટુકડા થઈ જાય છે તેમ તારો દેહ ક્ષણમાં વિણસી જાય તેવો છે. કાળને ઝપાટે ક્યાંય ફેંકાઈ જાય તેવો છે. માટે ભય રાખે તો સાચો ભય રાખ કે જેથી કાળ તારો કિંકર થઈને રહે. શરીરના વિશ્વાસે તને અનંતવા૨ મરણના ભયનો માર પડ્યો છે. મિત્રાદિ દેશ્યજગત પણ સ્વપ્નવત્ છે. જેમ તું અમર નથી તેમ તે સઘળા પણ કાળને આધીન છે. છતાં દેહને કાયમ રાખવા તું મથે છે. તે કેવા ઠગારા છે ? રોજે જીર્ણ થતા દેહમાં તું શું શ્રેષ્ઠતા જોઈ રહ્યો છું ? મરણનો ભય પામવાને બદલે સુજ્ઞજનો મરણને પ્રાપ્ત થતા એવા દેહની વાસનાથી ભય પામે છે. તેથી તેમને મૃત્યુનો ભય રહેતો નથી.
અજ્ઞાનથી સ્વસ્વરૂપને નહિ જાણતા બહિરાત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તેથી તે મરણથી ભય પામે છે. પરંતુ અંતરાત્મા જ્ઞાની તે બ્રાંતિને-ભયને ટાળીને પોતે અવિનાશી સ્વરૂપમાં લીન થઈને નિર્ભય રહે છે.
સંસારાભિમુખ અજ્ઞાની જીવ શરીરને આત્મા માનવાની બુદ્ધિથી રોગ સમયે અત્યંત પીડા પામે છે અને મરણ સમયે તો જાણે પોતાનો જ નાશ થશે તેમ માની મૂંઝાય છે. વળી એ મૃત્યુના ભય
આતમ ઝંખે છુટકારો
૧૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org