________________
કરતાં પણ પોતાનાં માનેલાં સ્ત્રી, પુત્ર કે મિત્ર આદિના વિયોગની પીડાથી વધુ મૂંઝાય છે. આથી જે સંસારમાં આસક્ત છે તેને મૃત્યુનો ભય છે, પરંતુ જેને આત્માના અવિનાશીપણાનું ભાન છે તેને મરણનો ભય નથી. પરંતુ ભવભ્રમણના ભયથી આત્મજ્ઞાન વડે તેઓ મુક્તિને સાધે છે.
મિત્રાદિના મરણનો ભય દેહમાં આત્મબુદ્ધિથી થાય છે. સૌ પ્રથમ દેહમાં “હું'પણાથી જીવ બંધાય છે. એ “હું”નો વિસ્તાર પછી સ્ત્રી આદિમાં “મારાથી થાય છે. ત્યાર પછી તેનો વિસ્તાર કુળાદિ સુધી થાય છે. દેહમાં આત્મબુદ્ધિના વિસ્તારથી ભય ઉત્પન્ન થાય છે. જ્યાં બહારમાં આવો વિસ્તાર છે ત્યાં વિષમતા છે.
પ્રાણીમાત્ર જન્મ ધરીને છેવટે મરણને શરણ થાય છે. પગલે પગલે દુઃખને સહે છે. છતાં કેવો નિર્ભય થઈને ફરે છે. અને મરીને વળી જન્મે છે. પુણ્યયોગે કંઈ સુખ ભોગવતો જણાય છે. પરંતુ વાસ્તવમાં તે મોહજનિત વિકારના પ્રકારોને સેવે છે.
વારંવાર પવનના ઝપાટે ચડતું વૃક્ષ જેમ ક્ષીણ થાય છે તેમ પુનઃ પુનઃ ભોગ દ્વારા શરીર તો ક્ષીણ થાય છે પરંતુ આત્મશક્તિનો પણ ઘાત થાય છે. તે બહિરાત્મા જાણતો નથી, મરણનો ભય હોવા છતાં મરણથી નિર્ભય કેમ રહેતો હશે !
आत्मन्येवात्मधीरन्यां, शरीरगतिमात्मनः। मन्यते निर्भयं त्यक्त्वा, वस्त्रं वस्त्रान्तरग्रहम् ॥७७॥ નિજમાં નિજધી આત્મથી માને તન-ગતિ ભિન્ન,
અભય રહે, જ્યમ વસ્ત્રને છોડી ગ્રહે નવીન. ૦૭
અર્થ : આત્મા જ આત્મબુદ્ધિવાળો શરીરની ગતિ (મરણ)થી પોતાને ભિન્ન માને છે. અને મરણને વસ્ત્રને ત્યજવાની જેમ દેહનો ત્યાગ જાણી નિર્ભય રહે છે.
આત્મામાં જેણે અમર એવું આત્મપદ જાણ્યું છે તેને કાળ શું કરે ? દેહ રહેવો હોય તો રહે જવો હોય તો જાય, દેહ આયુષ્યકર્મને આધીન છે, જ્ઞાની જાણે છે કે મારો આત્મા દેહથી ભિન્ન છે, તે
સમાધિશતક
૧૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org