________________
છે. જ્ઞાનમય શુદ્ધ પરિણતિ અંતરંગ સાધન છે.
લિંગ દેહ આશ્રિત રહે ભાવકો કારણ દેહ,
તાર્તેિ ભવ છેદત નહી, લિંગ પક્ષરત જેહ. છંદ-૭૧ લિંગનો આગ્રહ કરનારા કહે છે કે અમુક લિંગ મુક્તિનું કારણ છે, તેવા વિકલ્પો દેહાધ્યાસના છે, તે જીવને ઉન્માર્ગે ચઢાવે છે. માટે ભવ્યજીવોએ લિંગનો આગ્રહ છોડી દેવો. કારણ કે લિંગ તો દેહઆશ્રિત છે. જગતવ્યવહારની વ્યવસ્થા છે. દેહ ભવાંતરનું કારણ છે, તેવા દેહને આશ્રીને લિંગનો આગ્રહ રાખે તેના ભવનો છેદ ન થાય. લિંગઆગ્રહ ત્યજી જે આત્માના સ્વભાવને સ્વીકારે છે તે મુક્તિ પામે છે.
जातिदेहाश्रिता दृष्टा, देह एवात्मनो भवः ।
न मुच्यन्ते भवात्तस्मात्ते ये जातिकृताग्रहाः ॥१८॥ તનને આશ્રિત જાતિ છે, તો જીવનો સંસાર; તેથી જાત્યાગ્રહી તણો છૂટે નહિ સંસાર. ૮૮
અર્થ : જાતિ શરીરને આશ્રિત જોવામાં આવે છે, અને દેહમાં આત્મ બુદ્ધિ એ જ સંસાર છે, તેથી મુક્તિમાર્ગમાં જાતિનો હઠાગ્રહ રાખે તે સંસારથી મુક્ત થતાં નથી.
પ્રશ્ન : જો જાતિ કે લિંગ ભેદ નથી તો નારક, તિર્યંચ દેવ ગતિમાં રહેલા સંજ્ઞી જીવોનો મોક્ષ કેમ થતો નથી ?
આ ત્રણે ગતિમાં સંજ્ઞીપણું છે, પરંતુ જ્ઞાનસ્વરૂપ બોધ પરિણામ પામે તેવાં અન્ય કારણોનો અભાવ છે, અહિંસાદિ ધર્મો, વ્રત પચ્ચખાણ, વૈરાગ્ય જેવાં જે મુક્તિમાર્ગનાં નિમિત્તો છે તેનો ત્યાં અભાવ છે.
વળી જાતિ એટલે જન્મજાત મળેલી જાતિ. અમુક જાતિથી મોક્ષ થાય તે માન્યતા મોહજનિત છે. જાતિ દેહ આશ્રયી છે, દેહ તો સંસારનું પરિણામ છે. માટે જાતિમાં જ રાચનારા મુક્તિ સાધી શકતા નથી. જે કુળ કે જાતિમાં જન્મ થયો તે જાતિથી દેહાશ્રયી જીવ ઓળખાય છે. જાતિ પ્રમાણે આત્માના ગુણ હોય તેમ નથી
૨૨૬
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org