________________
તેથી જાતિની ઉચ્ચતા કે નીચતા સાથે આત્માના બંધમોક્ષની વ્યવસ્થા નથી.
જાતિ દેહ આશ્રિત, રહે ભવ કો કારણ દેહ, તાતે ભવ છેદે નહિ, જાતિ પક્ષ રતિ જેહ. છંદ-૭ર
માનવ કોઈ ને કોઈ જાતિમાં કે કુળમાં જન્મ લે છે. તે જાતિ દેહઆશ્રિત છે. અને ભવનું કારણ છે. તેથી તેનું અભિમાન કરવા જેવું નથી કે ઉચ્ચ જાતિથી મોક્ષ થાય. મોક્ષને અને જાતિને કોઈ સંબંધ નથી. મોક્ષ આત્મિક અવસ્થા છે. જાતિ દેહની અવસ્થા છે. દેહાત્મબુદ્ધિના આવા આગ્રહો જીવને પરમાર્થમાર્ગથી દૂર રાખે છે. તેનું ભવભ્રમણ ટળતું નથી.
जातिलिंगविकल्पेन, येषां च समयाग्रहः।
तेऽपि न प्राप्नुवन्त्येव, परमं पदमात्मनः ॥८९॥ જાતિ-લિંગ-વિકલ્પથી આગમ-આગ્રહ હોય; તેને પણ પદ પરમની સંપ્રાપ્તિ નહિ હોય. ૮૯
અર્થ : જે શાસ્ત્રનો આધાર લઈને જાતિ કે લિંગના વિકલ્પો ઉપજાવી, આગ્રહને ગ્રહણ કરે છે, તે પણ પરમપદને પ્રાપ્ત કરતા છે.
વાસ્તવમાં સત્ શાસ્ત્રોના આધારે મોક્ષાદિ સ્વરૂપ નિરૂપ્યું છે, પરંતુ અન્ય શાસ્ત્રોના આધારે વિકલ્પો કરી જાતિવેશની જે પ્રધાનતા કરે છે. કે ઉચ્ચ જાતિથી કે અમુક વેશથી મોક્ષ છે તેઓ અજ્ઞાન વડે એવું સમજે છે અને સમજાવે છે.
જીવના આધ્યાત્મવિકાસ માટે આગમ ઉપકારી છે. સશાસ્ત્રના સ્વાધ્યાયથી પરમાર્થનું જ્ઞાન થાય છે. તેવા સતુશાસ્ત્રને બદલે અન્ય શાસ્ત્રનો આધાર લે, તો તેને જ્ઞાન પ્રાપ્ત ન થાય. જે આગમમાં જાતિના વેશના આગ્રહ છે તે આગમને માન્ય કરે તો પરમપદની પ્રાપ્તિ ન થાય. માટે સશાસ્ત્ર આધારિત સિદ્ધાંતને પ્રમાણ માનવા.
આત્મા અને દેહ જુદા છે. બંનેનાં લક્ષણો જુદાં છે, જ્ઞાનાદિની વૃદ્ધિ તે મુક્તિનું કારણ છે. વેશની શોભા કે અશોભા તે દૈહિક ધર્મો છે. વેશાદિના આગ્રહો સંસારવૃદ્ધિનું કારણ છે આથી લિંગ
સમાધિશતક
૨૨o.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org