________________
અને વેશનો આગ્રહ રાખનારની મુક્તિ થતી નથી.
જાતિ લિંગ પક્ષમેં, જિનકે હૈ દઢરાગ, મોહ જાલમેં સો પરે, ન લહે શિવસુખ ભાગ. છંદ-૭૩
કુળપરંપરાએ મળેલી જાતિમાં કે લિંગમાં જેનો દઢાગ્રહ છે, તેઓ મોહજનિત અજ્ઞાનની જાળમાં ફસાયેલા છે, તેઓ શિવસુખની પ્રાપ્તિ કરી શકતા નથી.
મોક્ષમાર્ગ તત્ત્વના યથાર્થ શ્રદ્ધાળુણથી સાધ્ય બને છે. સતદેવ, સતગુરુ અને સશાસ્ત્રની તેમાં મુખ્યતા છે. ભવ્યાત્મા તે શ્રદ્ધાશ્રિત મોક્ષમાર્ગમાં પુરુષાર્થ કરે છે, તેમાં જાતિ અને વેશના ભેદ નથી. કારણકે મોક્ષ આત્મજ્ઞાન આશ્રયી છે.
વળી જાતિમાં પણ રૂઢિગત માન્યતાનો આગ્રહ હોય છે. તે સર્વ વિકલ્પોની જાળ છે. એવા વિકલ્પોના અજ્ઞાનથી જીવનો સંસાર વૃદ્ધિ પામે છે. માટે સાચા સાધકે આવા વિકલ્પો કે આગ્રહમાં પડવું નહિ પરંતુ આત્મશુદ્ધિની જ વૃદ્ધિ કરવી.
લિંગ દ્રવ્ય ગુણ આદરે, નિશ્ચય સુખ વ્યવહાર,
બાહ્યલિંગ હઠ નય ગતિ, કરે મૂઢ અવિચાર. છંદ-૭૪ સાધુ-મુનિની આપેક્ષાએ દ્રવ્યલિંગ અને ભાવલિંગના અવસ્થાભેદ છે. દ્રવ્યલિંગપણું એ બાહ્યવેશ હોવા છતાં ત્યાગમાર્ગનો હેતુ છે. નિશ્ચયથી તો ભાવલિંગ પરમાત્મપદનું કારણ છે. બાહ્યલિંગમાં આગ્રહ રાખનાર પરમપદને પામતો નથી. ભાવલિંગ એ આત્મગુણોને આશ્રયી છે, દ્રવ્યલિંગ એ બાહ્ય સાધન છે. જે કેવળ બાહ્ય સાધનરૂપ દ્રવ્યલિંગને આશ્રયી ધર્મ માને છે તે બહિરાત્મા જાણવો.
વળી ગૃહસ્થલિંગમાં મુક્તિ માનવી તે પણ અયુક્ત છે. સંસારત્યાગીને પણ ભાવલિંગી રહેવું કઠણ છે તો પછી ગૃહવેશમાં મોહનો ત્યાગ કરવો અતિ દુષ્કર છે. ગૃહસ્થપણે ધર્મ ક્યાં નથી થતો એમ માનનાર મોહથી મૂઢ છે. કોઈ અપવાદરૂપે બનેલા પ્રસંગો બન્યા હોય પણ પછી તો તે ઉત્સર્ગમાર્ગને અનુસરે છે.
મહાજનો યેને ગત સપંથા:
૨૨૮
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only