________________
બાહ્યત્યાગ અંતર્વાંગનું કારણ બને છે. તેથી ત્યાગમાર્ગ મોક્ષની સાધના માટે પ્રયોજનભૂત છે, ઘણા આરંભાદિ હિંસાયુક્ત કાર્યો છૂટી જાય છે. તેથી મોહ ઘટે છે, અને સાધનામાં અનુકૂળતા રહે છે. છતાં અંતર્વાંગ-વૈરાગ્ય ન આવ્યો તો બાહ્ય ત્યાગ વૃથા છે.
દ્રવ્યલિંગપણું સ્વીકારીને ભાવલિંગ યુક્ત જે જ્ઞાનદર્શનાદિ ગુણને આદરે છે તેને માટે દ્રવ્યલિંગ વ્યવહાર કારણ બને છે. કેવળ બાહ્યવેશનો આગ્રહ તે અવિચાર છે. મૂઢતા છે, જે પરમપદની પ્રાપ્તિની વિરુદ્ધ છે.
ભાવલિંગ જાતે ભયે, સિદ્ધ પનરસ ભેદ,
તાતેં આતમકું નહિ, લિંગ ન-જાતિ ન વેદ. છંદ-૭૫ ભાવલિંગી અર્થાત્ જેનામાં સમ્યગ્ જ્ઞાનાદિની વૃદ્ધિ થઈ છે, પરમ વીતરાગતા પ્રગટી છે તેની પૂર્વાવસ્થાના કારણે પંદર ભેદથી સિદ્ધપણું દર્શાવ્યું છે. વાસ્તવમાં સિદ્ધપણું અભેદ છે, આત્માને જ સ્વયં કોઈ લિંગ, ભેદ કે વેદ છે નહિ તો પછી ભાવલિંગીને તેવા ભેદ ક્યાંથી હોય ? ભાવલિંગ આત્માના ગુણસ્વરૂપ છે, માટે બાહ્યવેશાદિકનો મોહ કે આગ્રહ રાખવો અયુક્ત છે. જ્ઞાનસ્વરૂપ આત્મા જ્ઞાનને આશ્રયે મુક્ત થાય છે. ભાવલિંગનો આગ્રહ ગ્રહી દ્રવ્યલિંગનો અસ્વીકાર કરવો યોગ્ય નથી પરંતુ ભાવલિંગના સહયોગ માટે દ્રવ્યલિંગની અવસ્થા કહી છે. બાહ્યવેશમાં રોકાઈ જાય તે પણ મુક્તિ પામતો નથી.
यत्त्यागाय निवर्त्तन्ते, भोगेभ्यो यदवाप्तये । प्रिति तत्रैव कुर्वन्ति, द्वेषमन्यत्र मोहिनः ॥९०॥ જે તજવા, જે પામવા, હઠે ભોગથી જીવ,
ત્યાં પ્રીતિ, ત્યાં દ્વેષને મોહી ધરે ફરીય. ૯૦
અર્થ : જેના ત્યાગ અર્થે અને જેની પ્રાપ્તિ અર્થે ભોગથી પાછા હઠે છે, છતાં મોહવશ જીવો તે જ દેહના પ્રકારોમાં પ્રીતિ કરી અન્યત્ર દ્વેષ કરે છે.
પરમપદની પ્રાપ્તિ માટે. દેહની મમતાનો ત્યાગ કરે છે, વળી
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
૨૨૯
www.jainelibrary.org