________________
સ્ત્રી, પુત્ર, ધનાદિથી પણ નિવૃત્ત થઈ તપ કરી ક્લેશને સહન કરે છે. દેહાધ્યાસ, સુખસામગ્રી, સાતાશીલતાનો પણ ત્યાગ કરે છે, પરંતુ મોહનીય કર્મના ઉદયની વિચિત્રતા કેવી ભયંકર છે ? એવા ત્યાગ પછી એ જીવ જાતિ, વેશ અને અન્ય માન્યતાઓના આગ્રહમાં પડી ચારિત્રમાં શિથિલતા સેવે છે. સંયમ પ્રત્યે દ્વેષ કરે છે.
પ્રારંભની ભાવનાઓ મંદ પડી જતાં ત્યાગ કે સંયમનું લક્ષ્ય ચૂકી જાય છે, અને દેહાધ્યાસમાં પડી, દંભનું સેવન કરી મહત્તા, માન-પૂજાના પ્રલોભનોમાં પડે છે, અને દર્શન-જ્ઞાનાદિ સાધના પ્રત્યે અરુચિ થાય છે. એથી જેને માટે સંયમ ગ્રહણ કર્યો હતો તેનો તો લોપ થાય છે.
દર્શન મોહ જેનો ઉપશમ પામ્યો નથી તેવા મોહી કે અજ્ઞાની જીવો અધર્મને ધર્મને જાણી સેવન કરે છે. અને પરમાત્મ સ્વરૂપ પ્રત્યે અભાવ કરે છે. જેને કારણે પરિભ્રમણ પામે છે. બાહ્યાડંબરોમાં કે ઉત્સવમાત્રને ધર્મ સમજી તેવા ધર્મમાં જ પ્રવૃત્ત રહે છે જે વાસ્તવિક ધર્મ નથી. તેમાં એક કે બીજા પ્રકારે દેહના મમત્વનું માનાદિ વડે પોષણ થાય છે. આમ જીવ ભ્રમિત થઈને ભટકે છે. શાને માટે સંયમ લીધો હતો તે તો જાણે સ્વપ્ન બની જાય છે. મોહના નશામાં ચકચૂર થઈ મુક્તિથી દૂર થાય છે.
જૈન દર્શનનો યોગ મળવા છતાં, વીતરાગદેવ, નિગ્રંથગુરુ અને સશાસ્ત્રોનો બોધ મળવા છતાં દર્શન મોહનીયના ઉદયમાં તત્ત્વની વિપરીત માન્યતાથી સમજણ પણ વિપરીત થાય છે. લોકોત્તર માર્ગની પ્રાપ્તિ માટે દેહાદિનો, સુખસામગ્રીનો ત્યાગ કર્યો હતો, પરંતુ લૌકિક માન્યતામાં જઈ અન્યને પણ તેમાં દોરી જવાનો આગ્રહ થાય છે. અને તેમાં આ કાળે મોક્ષ નથી માટે આ ધર્મ છે એવો બોધ કેટલાક આપે છે. પુણ્યથી મોક્ષ નથી માટે સ્વર્ગનાં સુખ ભોગવો. મોહવશ જીવ એમ નથી જાણતો કે એક વાર અધર્મના માર્ગે ચડ્યા પછી આવો લોકોત્તર માર્ગ મળવો દુષ્કર છે. માટે ધર્મ મોડો સમજાય તો ભલે પણ અધર્મ ન સેવવો.
આ કાળ પંચમકાળ છે. છતાં વીતરાગનું શાસન પ્રવર્તે છે,
૨૩૦
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org