________________
સાચા ધર્મનો મર્મ મળે તેવો છે, સમ્યગ્ દર્શન જેવા સ્થાનકોની પ્રાપ્તિ આ કાળમાં પણ સંભવ છે. અર્થાત્ મોક્ષમાર્ગના સાધનની કે પુરુષાર્થની આજે પણ શક્યતા છે, માટે હીનપુરુષાર્થી થવું નહિ, તેવો ઉપદેશ ન કરવો. પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આશ્રયી માર્ગની જ્યાં સુધી સંભાવના છે તેનો યથાર્થ ઉપદેશ આપવો.
આ જન્મના દેહાદિકના સુખનો ત્યાગ કર્યો છે તે મિથ્યાત્વ સહિત દેવલોકમાં જવા કર્યો નથી. સુવર્ણના બદલામાં કોડી મેળવવા જેવી મૂર્ખાઈ કરવી નથી, કારણ કે દેવલોકનાં સુખ પણ કાળને આધીન છે. પછીનો જન્મ ધર્મની પ્રાપ્તિ જ ના થાય તેવો ભયંકર હશે. અથવા પુણ્યાશ્રયી ધર્મનો સ્વીકાર કરી સ્ત્રી, પુત્રાદિના સ્નેહનો ત્યાગ કરી ધર્મક્ષેત્રે અન્યત્ર પદાર્થોમાં કે શિષ્યો આદિમાં મમત્વ કરે તો તે કેવળ મમત્વનું ભાવાંતર થશે પણ જીવમાં વૈરાગ્ય નહિ હોય. ઊલટાનું વૈરાગ્યનો અભાવ થશે, તો સદ્ગતિ પણ દુર્લભ થશે.
''
વળી ત્યાગમાર્ગે જતાં માનપૂજા સત્કારનો મોહ લાગ્યો તો તેની મીઠાશ પરમપદ પ્રત્યે અભાવ કરાવશે અને જેને માટે ત્યાગ કર્યો હતો તે વાત તો સાવ વિસ્તૃત થશે, આ જન્મની બાજી પૂરી હારમાં ફેરવાઈ જશે. અને જીવ તો ભ્રમમાં રહેશે કે હું તો ધર્માત્મા છું. લોકોત્તર માર્ગે છું, ત્યાગી છું. હે ભવ્યાત્મા ! આવો ભ્રમ મોક્ષમાર્ગને અવરોધક છે.
अनन्तरज्ञः सन्धत्ते, दृष्टि पङ्गोर्यथाऽन्धके । संयोगात् दृष्टिमङ्गेऽपि, संधत्ते तद्वदात्मनः ॥९१॥
અજ્ઞ
પંગુની દૃષ્ટિને માને અંધામાંય; અભેદજ્ઞ જીવદૃષ્ટિને માને છે તનમાંય. ૯૧
અર્થ : પંગુ અને અંધનો તફાવત નહિ જાણનાર ભ્રમમાં પડી પંગુની દૃષ્ટિને અંધપુરુષમાં આરોપે છે, તેમ દેહ અને આત્માનો સંયોગ નહિ જાણનાર આત્મદૃષ્ટિને દેહમાં આરોપે છે.
પંગુ ચાલી શકતો નથી પણ જોઈ શકે છે. અંધ જોઈ શકતો
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
૨૩૧ www.jainelibrary.org