________________
નથી પણ ચાલી શકે છે. બંને ભેગા મળી માર્ગ કાપે છે, પંગુ અને અંધના આ સંયોગનો તફાવત નહિ જાણનાર એમ માને છે કે ચાલનાર અંધ નથી માર્ગ જોઈને ચાલે છે, તેમ દેહાત્મબુદ્ધિવાળો જીવ ઈન્દ્રિયથી દેખાતા દશ્યજગતમાં આત્મબુદ્ધિ કરે છે દેહમાત્ર સંયોગ છે. તે દૃશ્યમાન સર્વે જડ છે એ બંનેનો સંયોગ છે તેમ અજ્ઞાની જીવ જાણતો નથી તેથી તે દેહદૃષ્ટિમાં રાચે છે.
દેહ સ્પષ્ટપણે સપ્તધાતુનું છે, આત્મા ચૈતન્યસ્વરૂપ છે. માટે દેહબુદ્ધિ ત્યજી દેવી, કારણ કે દેહ તો કાષ્ટ જેવું જડ છે, તેમાં અસ્તિત્વ ધરાવતું ચૈતન્ય તે તારું સ્વરૂપ છે, દેહમાં આત્મબુદ્ધિની ભ્રાંતિ ટળે તો તું દુઃખમુક્ત થશે. આવું આત્મધન શોધવાને બદલે જગતના જીવો દેહનું મમત્વ સેવે છે અને સ્વરૂપને વિસ્તૃત કરે છે.
દેહાદિક સુખનું મમત્વ કેવું થઈ ગયું છે કે ત્યાગ તપશ્ચર્યા પછી પણ સંસ્કારો દેહાભ્યાસમાં દોરી જાય છે. જે યોનિમાં જન્મે ત્યાં એ દેહ એ જાણે તેનું કાયમનું સ્થાન હોય તેમ ત્યાં મસ્ત બનીને જીવે છે. પૂર્વ દેહનો લય થાય નવો દેહ પાછો મેળવી લે છે. આમ દેહભાવને કારણે જીવ આત્મદષ્ટિ ચૂકી જાય છે.
દેહ અને આત્માના સંયોગથી જે પ્રવૃત્તિ દેખાય છે તેમાં શરીરની ક્રિયાને અજ્ઞાની જીવની ક્રિયા માને છે. જેમ પંગુની દૃષ્ટિ અને અંધની ગતિ વચ્ચે સાંયોગિક સંબંધ છે. બંને એક નથી તેમ દેહ અને આત્માનો સંયોગ છે, બંને એક નથી. ક્રિયા વગેરેમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. તેવો તફાવત તે જાણતો નથી.
दृष्टिभेदो यथा दष्टिं पनोरन्धे न योजयेत् ।
तथा न योजयेदेहे, दृष्टात्मा दृष्टिमात्मनः ॥१२॥ વિશ ન માને પંગુની દૃષ્ટિ અંધામાંય, નિજજ્ઞ ત્યમ માને નહીં જીવદૃષ્ટિ તનમાંય. ૯૨
અર્થ : જે દૃષ્ટિભેદને યથાર્થપણે જાણે છે તે જે પંગુની દૃષ્ટિને અંધમાં આરોપતો નથી તેમ અંતરાત્મા આત્મદષ્ટિને દેહમાં આરોપતો નથી.
૨૩૨
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org