________________
જે પંગુની દૃષ્ટિ અને અંધની ચાલને યથાર્થપણે જાણે છે તે અંધમાં દૃષ્ટિનું આરોપણ કરતો નથી તેમ ભેદજ્ઞાનની યથાર્થતાવાળા અંતરાત્મા દેહમાં આત્મબુદ્ધિ કરતા નથી. દેહમાં રહેવા છતાં તેઓ નિર્લેપ રહે છે, ઉદયાધીન વ્યવહાર કરતા છતાં ઉદાસીન રહે છે. ઇન્દ્રિયસુખો કે વૈભવ ભોગવતા જણાય છે, પરંતુ તે ભોગમાં તેમની આત્મભાવે સુખબુદ્ધિ નથી, પરંતુ પોતાના જ્ઞાનદર્શનાદિ ગુણોમાં તન્મય રહે છે.
જ્ઞાનીને દેહાદિ સાથે તન્મયતા નથી, તે જાણે છે કે દેહને સુખ આપવા અનંત જન્મો ગાળ્યા છે, પણ દેહનો જડ સ્વભાવ સુખ માણવાનો નથી, માટે હવે દેહનો જ્યાં સુધી સંયોગ છે ત્યાં સુધી આ દેહ વડે ધર્મયોગ્ય કરણી કરી દેહાધ્યાસ ત્યજી માત્ર આત્માને ઉપાદેય કરવો.
દેહ અને આત્માની ભિન્નતાને જાણનાર અંતરાત્મા અન્યોન્ય દ્રવ્યને એકબીજામાં “હું પણાનો ભાવ કરતા નથી. જેને અંતર્ભેદ દષ્ટિ થઈ છે તે દેહને સ્પર્શાદિ લક્ષણવાળો જાણી તેમાં ચૈતન્યમય દષ્ટિ કરતા નથી.
જેમ સોની લગડીમાંથી અલંકાર ઘડે છે ત્યારે તેની નજર ઘાટ પર નથી પણ સોનામાં છે. નટીમાં મોહ પામેલો નટ જ્યારે દોરડા પર ખેલ કરે છે ત્યારે તેની નજર લોક સમક્ષ છે પણ તેનું ચિત્ત દોરડા ઉપર છે. તેમ જ્ઞાનીની દૃષ્ટિ સર્વ સંયોગોમાં આત્માના ગુણોમાં હોય છે.
પંગુ દૃષ્ટિ જ્યુ અંધર્મે, દષ્ટિભેદ નહુ દેત આતમ દૃષ્ટિ શરીરમેં, હું ન ધરે ગુણ હેત. છંદ-૭૬
અંધ માણસ પંગુની દૃષ્ટિથી અળગો રહે તો તે યથાર્થ માર્ગે જઈ શકતો નથી. તેમ દેહદૃષ્ટિ યુક્ત જીવ આત્મષ્ટિને પામી શકતો નથી, સપુરુષ દૃષ્ટિવાન મળવા છતાં પણ જીવ તેમનો આત્મબોધ ગ્રહણ ન કરતાં દેહના સુખમાં અંધ રહે છે.
તે પ્રમાણે જ્ઞાન આરાધક જીવો માટે પરમાર્થમાર્ગને અનુરૂપ
સમાધિશતક
૨૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org