________________
આવશ્યક ક્રિયા ભૂમિકા અનુસાર જરૂરી છે, અને ક્રિયાની માન્યતાવાળા માટે તત્ત્વબોધરૂપ જ્ઞાન જરૂરી છે. પંગુ અને અંધના ન્યાયે જ્ઞાનક્રિયાની ઉપાદેયતા જાણી જે બંનેને યથાર્થપણે આરાધે છે, તે પરમાર્થમાર્ગ પામે છે, માત્ર દેહથી કે ધનાદિ જડ વસ્તુથી ધર્મ થાય છે તેમ માનવું નહિ. આત્મારહિત જેમ દેહનું મૂલ્ય નથી તેમ ભેદજ્ઞાન વગર ધર્મનું ફળ નથી.
શરીરમાં રહેલી દરેક ઇન્દ્રિયોનો ઉપયોગ થાય તેવો શુભભાવ આવે છે પરંતુ તે ધર્મરૂપ નથી. પરંતુ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માનું ધ્યાવન કરે, ચિંતવે તો ઉપયોગ શુદ્ધ સ્વભાવરૂપે પરિણમે તે ધર્મ છે. જ્ઞાની દેહને સુખનું સાધન માનતા નથી પણ આત્માને જ સુખનું ભાજન માને છે.
વૃત્તિ-પરિણામ જેટલા શુદ્ધ તેટલી આત્મરૂપ ધર્મદષ્ટિ હોય છે. જ્ઞાનીની દૃષ્ટિ આકાશની જેમ નિર્વિકારી અને નિર્લેપ હોય છે, આકાશમાં ગમે તેટલો વંટોળ ઊઠે પણ આકાશનો એક ખૂણો મલિન થતો નથી, અરે આકાશમાં અતિવૃષ્ટિ થાય તોપણ આકાશનો એક ખૂણો ભીનો રહેતો નથી. અરે આકાશમાં કોઈ વિષ્ટા ફેકે આકાશને અસુખ થતું નથી. ભડભડતી આગની આંચ આકાશને લાગતી નથી. આવું નિર્લેપ સ્વરૂપ આત્માનું છે. તેવું જ્ઞાની જાણે છે.
વ્યવહારમાં વિષમતાઓમાં જ્ઞાનીના ચિત્તમાં વંટોળ ઊઠતો નથી. શુભયોગમાં સુખબુદ્ધિ નથી. શુભાશુભ બંને સંયોગથી ભેદજ્ઞાની લેપાતા નથી. આત્મદૃષ્ટિનું આવું અનુપમ સુખ છે, પછી જ્ઞાનીને દેહમાં સુખબુદ્ધિ ક્યાંથી ઊપજે?
सुप्तोन्मत्ताद्यवस्थैव, विभ्रमोऽनात्मदर्शिनाम् । विभ्रमोऽक्षीणदोषस्य, सर्वावस्थाऽऽत्मदर्शिनः ॥१३॥ માત્ર મત્ત નિદ્રિત દશા વિશ્વમાં જાણે અશ; દોષિતની સર્વે દશા વિભ્રમ ગણે નિજજ્ઞ. ૯૩
અર્થ : જેમને આત્મસ્વરૂપનું વાસ્તવિક જ્ઞાન નથી તેવા બહિરાત્માને સુખ-નિદ્રાવસ્થા અને ઉન્મત્તદશા આદિ સર્વ અવસ્થાઓ વિભ્રમવાળી
આતમ ઝંખે છુટકારો
૨૩૪ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org